માએ કહ્યું- દીકરો ભણવામાં નબળો, મોદીએ પૂછ્યું- PUBG રમે છે?

29 January, 2019 03:50 PM IST  |  નવી દિલ્હી

માએ કહ્યું- દીકરો ભણવામાં નબળો, મોદીએ પૂછ્યું- PUBG રમે છે?

મોદી ફાઇલ ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં 'પરીક્ષા પે ચર્ચા 2.0' કાર્યક્રમમાં ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને તેમના માતા-પિતા સાથે ઘણા મુદ્દાઓ પર ખૂલીને વાતચીત કરી. આ દરમિયાન વડાપ્રધાન સાથે થયેલા સંવાદમાં એક રસપ્રદ કિસ્સો જોવા મળ્યો. અહીંયા એક માતાએ પોતાના બાળકની ઓનલાઈન ગેમ રમવાની લત છોડાવવા માટે મોદી પાસે સલાહ માંગી.

હકીતમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં સામેલ થવા આવેલી મધુમિતા સેન ગુપ્તાએ પીએમ મોદીને પૂછ્યું કે, "મારો દીકરો ભણવામાં બહુ સારો હતો. તેને ટીચર્સ પ્રોત્સાહિત કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ઓનલાઈન ગેમ્સ માટે કંઇક વધુ જ ઘેલો થઈ ગયો છે. જેના કારણે તેના ભણવા પર અસર પડી છે. એટલા માટે તમે માર્ગદર્શન કરો."

તેના જવાબમાં પીએમ મોદીએ બાળકની માને પૂછ્યું કે, 'શું તે PUBGની ગેમ છે?' આ સાંભળીને આખો હોલ લોકોના ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠ્યો. મોદીએ કહ્યું કે ઓનલાઈન ગેમ સમસ્યા પણ છે અને સમાધાન પણ છે. જો આપણે એમ ઇચ્છતા હોઈએ કે બાળકો ટેક્નોલોજીથી દૂર ચાલ્યા જાય તો તે યોગ્ય નથી. ગેમ રમતી વખતે આપણે જીંદગીથી પાછળ થઈ જઈએ છે. પરંતુ તેનાથી અંતર બનાવવું યોગ્ય નથી. શું ટેક્નોલોજી તેને રોબોટ બનાવી રહી છે કે પછી માણસ? જો માતા-પિતા થોડી રૂચિ દાખવે, જમતી વખતે ચર્ચા કરે અને બાળકને પ્રોત્સાહિત કરે તો તે યોગ્ય રહેશે. કયા નવા એપ્સ આવ્યા છે તે વિશે જાણકારી લેતા રહો. તેનાથી ટેક્નોલજી માટે બાળકને પ્રોત્સાહન મળશે.'

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અહીંયા બધાની સાથે સ્માર્ટફોન છે, પરંતુ બધા વડાપ્રધાનના કાર્યક્રમમાં આવીને પોતાના દોસ્તોને મેસેજમાં બતાવશે કે અમે પીએમના કાર્યક્રમમાં આવ્યા છીએ. પરંતુ એમ કરવાથી જિંદગી વધુ સંકોચાતી જાય છે. એટલે ટેક્નોલોજીનો ઉપયોગ સામર્થ્ય વધારવા માટે થવો જોઈએ.

આ પણ વાંચો: કસોટી કોસવા માટે નહીં પણ જાતને કસવા માટે હોય છે: પીએમ મોદી

ગુજરાતમાં બેન

ઉલ્લેખનીય છે કે પબજી (PUBG) ગેમ બાળકોમાં ઘણી ફેમસ છે. આ ગેમના કારણે બાળકોમાં ભણતર ઓછું થવાના, તેમનો માનસિક તણાવ વધવાના અને હિંસક બનવાના મામલાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોને નિર્દેશ જાહેર કરીને ગેમને લત છોડાવવા માટે કહ્યું હતું.

narendra modi