ગઠબંધન તો ટ્રેલર છે, બધા જ એક વ્યક્તિના વિરોધમાં છેઃમોદી

12 January, 2019 03:59 PM IST  | 

ગઠબંધન તો ટ્રેલર છે, બધા જ એક વ્યક્તિના વિરોધમાં છેઃમોદી

રાષ્ટ્રિય પરિષદની બેઠકનો આજે બીજો દિવસ છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં ચાલી રહેલી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. બેઠકમાં પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને પીએમ મોદીએ સંબોધન કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બસપા અને સપા વચ્ચે થયેલા ગઠબંધનને લઈ નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કેઆ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. પીએમ મોદીએ કહ્યું કે બધા જ એક જ વ્યક્તિના વિરોધમાં એક થઈ રહ્યા છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં પૈસા હજમ કરવાની છૂટ હતી. કોંગ્રેસને દેશની સંપ્રભુતાથી કોઈ મતલબ નથી. તો વડાપ્રધાન મોદીએ નેશનલ હેરાલ્ડ કેસને લઈને પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ' હું દાવો નથી કરતો કે મેં જ બધા કામ કર્યા છે અને જો એવું હોય તો મારુ અહીં કામ જ શું ? મારો રાત દિવસ બસ એ જ પ્રયત્ન રહે છે કે દેશના લોકોનું જીવન સરળ બને. જે રીતે રસ્તાઓ બન્યા હતા, રેલ્વે લાઈનો બની રહી હતી તે રીતે નિર્માણ કામ ક્યારે પૂરૂ થતુ કઈ શકાય તેમ નથી. 2014 પહેલા સામાન્ય લોકાના પૈસાની કિંમત પણ કરવામાં આવતી ન હતી. દેશ સાથે કોંગ્રેસે જે વિશ્વાસઘાત કર્યો છે તેને વારં વાર કહેવું જોઈએ. 2014 પહેલા સામાન્ય જનતાના પૈસા ઘોટાળા કરનારાઓને વહેંચવામાં આવતા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપ સરકારના કાર્યકાળમાં એ વાત સાબિત થઈ છે કે દેશ બદલાઈ શકે છે અને સામાન્ય નાગરિકના હિતમાં બદલાઈ શકે છે. સરકાર ભ્રષ્ટાચાર વગર પણ ચાલી શકે છે. સત્તા માટે ભટકતા દલાલોને પણ હટાવી શકાય છે. શું તમે એવા સેવકને પસંદ કરશો જે તમારા ઘરના પૈસા ચોરીને તમારા જ પરિવારમાં વહેંચે ? શું તમે ઈચ્છો છો કે તે તમારા પાડોશીઓને તમારા ઘરની અંદરની વાત જણાવે ? જેવી રીતે તમે ઘરનો સેવક નક્કી કરો છો તેવી જ રીતે નક્કી કરો કે તમારે કેવો પ્રધાન ચેવક જોઈએ છે. સંગઠનના સંસ્કારમાં તપ્યા ન હોત તો અમે પણ બીજાની મીઠી વાતોમાં ફસાઈ ચૂક્યા હોત.

કોંગ્રેસ પર આક્ષેપ કરતા પીએમ મોદીએ કહ્યું,'2014 પહેલા દેશ એ સ્થિતિમાં હતો જ્યારે લોકોને બેન્કમાં પોતાના પૈસા જમા કરનારાઓની કદર નહોતી. જેમની પાસે જનતાના પૈસાની રક્ષા કરવાની જવાબદારી હતી, તે ઓ જ જનતાના પૈસા લૂંટાવતા હતા. કોંગ્રેસની સરકારમાં જનતાના પૈસાને લોન તરીકે અપાતા હતા. કોંગ્રેસના સમયે લોન આપવાની બે રીત હતી. એક હતી કોમન પ્રોસેસ અને બીજી હતી કોંગ્રેસ પ્રોસેસ. કોમન પ્રોસેસમાં તમે બેન્ક પાસેથી લોન માગતા હતા અને કોંગ્રેસ પ્રોસેસમાં કોંગ્રેસના કૌભાંડી મિત્રોને લોન આપવા માટે બેન્કોને મજબૂર કરાતી હતી. આઝાદીધી લીને 2008 સુધીના 60 વર્ષમાં બેન્કોએ માત્ર 18 લાખ કરોડની લોન આપી હતી. પરંતુ 2008થી 2014 વચ્ચે આ આંકડો વધીને 52 લાખ કરોડ રૂપિયાની લોન આપી.'

narendra modi bharatiya janata party ramlila maidan