ઓમ બિરલા બન્યા લોકસભાના સ્પીકર, કોંગ્રેસ-TMCનું સમર્થન

19 June, 2019 01:19 PM IST  |  દિલ્હી

ઓમ બિરલા બન્યા લોકસભાના સ્પીકર, કોંગ્રેસ-TMCનું સમર્થન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિર્ણયથી ફરી એકવાર ચોંકાવી દીધા છે. લોકસભાના સ્પીકર તરીકે રાજસ્થાનથી કોટાના સાંસદ ઓમ બિરલાની પસંદગી થઈ છે. આ સાથે જ ઓમ બિરલાને નિર્વિરોધ લોકસભાના અધ્યક્ષ બનાવાયા છે. મંગળવારે તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની વિરુદ્ધ કોઈએ ઉમેદવારી પત્ર નહોતું ભર્યું. કોંગ્રેસ, ટીએમસી, એનડીએના તમામ પક્ષોએ ઓમ બિરલાનું સમર્થન કર્યું.

પીએમ મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનું રાજનાથસિંહે સમર્થન કર્યું. બાદમાં અમિત શાહ, અરવિંદ સાવંત સહિતના સાંસદોએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અન્ય સાંસદોએ તેમનું સમર્થન કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયા બાબદ ઓમ બિરલાએ સ્પીકરનું પદ સંભાળ્યું અને સંસદની કાર્યવાહી આગળ વધી. કોંગ્રેસ પક્ષે પણ આ નામનું સમર્થન કર્યું હતું.

ભાજપે લોકસભા સ્પીકર માટે એનડીએમાં પોતાના સાથી પક્ષો શિવસેના, જેડીયુ, અકાલી દળ સાથે મળીને ઓમ બિરલાનું નામ મૂક્યુ હતું. એનડીએના સાથી પક્ષો સિવાય ઓડિશાના બીજુ જનતા દળે પણ ઓમ બિરલાના નામનું સમર્થન કર્યું છે. તો કોંગ્રેસની બેઠકમાં પણ કોઈ નવા ઉમેદવાર ન ઉભો રાખવાનો નિર્ણય કરાયો હતો.

કોણ છે ઓમ બિરલા ?

ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી સાંસદ છે, તેઓ બીજી વાર લોકસભાની ચૂંટણી જીત્યા છે. આ પહેલા તેઓ રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે રૂટિન સિવાય ઘણી પહેલ કરી હતી. 2014માં તેઓ જુદી જુદી સંસદીય સમિતિનો ભાગ હતા. આ ઉપરાંત તેમના મોટા નેતાઓ સાથે સારા સંબંધો છે. જો કે વસુંધરા રાજે સાથે તમના સંબંધો સારા નથી ગણાતા.

આ પણ વાંચોઃ જાણો રાહુલ ગાંધી વિશેની અજાણી વાતો

જો રાજકીય કરિયરની વાત કરીએ તો 2014માં ઓમ બિરલા 2014મા 16મી લોકસબાની ચૂંટણી જીતીને પહેલીવાર કોટાના સાંસદ બન્યા હતા. 2019માં લોકસભા ચૂંટણી જીતીને તેઓ સાંસદ બન્યા. આ પહેલા 2003, 2008 અને 2013માં કોટાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

national news Lok Sabha bharatiya janata party