હવે કર્મચારીઓએ આઠ નહીં, નવ કલાક કામ કરવું પડશે

05 November, 2019 09:41 AM IST  |  New Delhi

હવે કર્મચારીઓએ આઠ નહીં, નવ કલાક કામ કરવું પડશે

પ્રતીકાત્મક તસવીર

ભારત સરકારે વેતનસંહિતાના ડ્રાફ્ટમાં નવ કલાકનો સામાન્ય કાર્યદિવસ નિર્ધારિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે ડ્રાફ્ટમાં રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ મજૂરીના દર નિર્ધારિત કરવામાં આવ્યા નથી.

આ ડ્રાફટમાં કહેવાયું છે કે એક નિષ્ણાત સમિતિ ભવિષ્યમાં ન્યૂનતમ મજૂરી પર સરકાર સમક્ષ પોતાનો મત રજૂ કરશે. આ ડ્રાફ્ટ સાર્વજનિક મંચ પર ઉપલબ્ધ છે. સામાન્ય જનતા આ અંગે વિચાર વ્યક્ત કરી શકે છે. ડિસેમ્બરમાં ડ્રાફ્ટને અંતિમ રૂપ આપવાની યોજના છે. ડ્રાફ્ટમાં કહેવાયું છે કે એક સામાન્ય કાર્યદિવસ નવ કલાકનો હશે. જોકે માસિક વેતન નિર્ધારણના સમયે ૨૬ દિવસ માટે આઠ કલાકના કામકાજને માપદંડ માનવામાં આવશે.

ડ્રાફ્ટ અનુસાર રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ વેતન નિર્ધારિત કરવા માટે દેશને ત્રણ ભૌગોલિક શ્રેણીઓમાં વહેંચવામાં આવશે જે અંતર્ગત પહેલી શ્રેણીમાં મહાનગર કે જેની વસ્તી ૪૦ લાખ કરતાં વધુ હોય, જ્યારે બીજી શ્રેણી જ્યાં ૧૦થી ૪૦ લાખ લોકો રહેતા હોય અને ત્રીજી શ્રેણીમાં ગ્રામીણ વિસ્તારો સમાવિષ્ટ કરાશે.

વેતનસંહિતાના ડ્રાફ્ટમાં કહેવાયું છે કે આવાસ ભથ્થું ન્યૂનતમ મજૂરીનું દસ ટકા હશે. કર્મચારી કોઈ પણ શ્રેણીના ક્ષેત્રમાં રહે તો એના આધાર પર એ ઓછું-વધુ નહીં હોય. પેટ્રોલ-ડીઝલ, વીજળી અને અન્ય વસ્તુઓ પર ખર્ચની રકમ ન્યૂનતમ મજૂરીના ૨૦ ટકા રાખવામાં આવી છે.

new delhi national news