બિન્દાસ ફરતા ગાંધીપરિવારની જાસૂસી કરશે મોદી સરકાર!

08 October, 2019 11:59 AM IST  |  મુંબઈ ડેસ્ક

બિન્દાસ ફરતા ગાંધીપરિવારની જાસૂસી કરશે મોદી સરકાર!

નવી દિલ્હી : (જી.એન.એસ.) સ્પેશ્યલ પ્રોટેક્શન ફોર્સમાં રહેતા દરેક વીવીઆઇપીએ એક ખાસ સુરક્ષા કવરના આખા નિયમનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારે કહ્યું કે હવે જેને પણ એસપીજી કવર મળે છે તેણે દરેક સમયે એસપીજી ટીમ પોતાની સાથે રાખવી પડશે, ભલે તેઓ વિદેશપ્રવાસ પર જ કેમ ન હોય. અત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ગાંધીપરિવારના ત્રણ સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જ એસપીજી કવર મળે છે.

કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં આવેલા દિગ્ગજ નેતા ટૉમ વડક્કનને કહ્યું કે અતિ વિશિષ્ટ લોકોની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે એથી એ વીવીઆઇપીને દરેક જગ્યા અને દરેક સ્થિતિમાં સુરક્ષા સુનિશ્ચિત કરાવવાની હોય છે. એનો હેતુ ૨૪/૭ સુરક્ષા આપવાની હોય છે. એમાં પ્રાઇવસીના ઉલ્લંઘનની કોઈ મનશા હોઈ શકે નહીં. તેમને (ગાંધીપરિવારના સભ્યોને) જ્યાં જવું હોય એ માટે તેઓ માટે આઝાદ છે, પરંતુ જો તેમને ક્યાંક કંઈક થઈ ગયું તો એને માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવાશે.
બીજી બાજુ એસપીજી કવરના નિયમના જાણકારોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે ગાંધીપરિવારને મળી રહેલી સુરક્ષાની કોઈ સમીક્ષા કરી નથી કે ના તો કોઈ નવો નિયમ લાગુ કર્યો છે, પરંતુ સરકાર હાલના એસપીજી નિયમનું સંપૂર્ણપણે પાલન કરાવવા માગે છે. એક એક્સપર્ટે કહ્યું કે એસપીજી વીવીઆઇપીની સુરક્ષા માટે જવાબદાર હોય છે. જો કોઈને એસપીજી કવર મળે છે તો નિયમ પ્રમાણે દરેક વખતે તેમણે સિક્યૉરિટી ગ્રુપને પોતાની સાથે રાખવા જોઈએ. જોકે ગાંધીપરિવારના સભ્યએ આ નિયમને નજરઅંદાજ કરતાં એસપીજી કવર વગર વિદેશ જતા રહે છે.

સરકાર ગાંધીપરિવાર પર નજર રાખવા માગે છે : કૉન્ગ્રેસ
આ જ કારણ છે કે કૉન્ગ્રેસ આ ફરમાનને ગાંધીપરિવાર પર સરકારની નજર રાખવાની મનશા સાથે જોડી રહી છે. કૉન્ગ્રેસ પ્રવક્તા બ્રજેશ કલપ્પાએ જણાવ્યું કે આ સીધેસીધી નજર રાખવાનો મામલો છે. જોકે બીજેપીએ કૉન્ગ્રેસના આ આરોપને ધડમાથાથી નકારી કાઢ્યા છે.

indian government narendra modi congress rahul gandhi sonia gandhi