ગાંધી પરિવાર સિવાય કોઈ અધ્યક્ષ બનશે તો પાર્ટી ભાંગી પડશે: નટવર સિંહ

23 July, 2019 09:26 AM IST  |  નવી દિલ્હી

ગાંધી પરિવાર સિવાય કોઈ અધ્યક્ષ બનશે તો પાર્ટી ભાંગી પડશે: નટવર સિંહ

નટવર સિંહ

રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપી દીધા બાદ પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તે મામલે હજી પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો આ પદ માટે પ્રિયંકા ગાંધી વાડ્રાનું સમર્થન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો પાર્ટીની કમાન ગાંધી પરિવાર સિવાયની કોઈ વ્યક્તિના હાથમાં સોંપવામાં આવશે તો પાર્ટી વેર-વિખેર થઈ શકે છે. 

ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નટવર સિંહે કહ્યું કે તેમનામાં હવે પાર્ટીને સંભાળવાની સક્ષમતા જોવા મળે છે. પરિવાર સાથે મળવાની પરવાનગી નહીં આપવા છતાં પણ તેઓ ત્યાં જ રોકાઈ રહ્યા અને તેઓ જે કરવા માગતા હતા તે થયા બાદ જ પરત ફર્યા.
એક ઈન્ટરવ્યુમાં નટવર સિંહને પૂછવામાં આવ્યું કે શું પ્રિયંકા ગાંધી વાડ્રાને કૉન્ગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવશે. તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે આ બાબત પ્રિયંકા વાડ્રા પર આધાર રાખે છે, કારણ કે તેમના ભાઈ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગાંધી પરિવારમાંથી હવે કોઈ પણ વ્યક્તિ કૉન્ગ્રેસ અધ્યક્ષ નહીં બને.

આ પણ વાંચો : કર્ણાટકના ધારાસભ્યોની અરજી પર આજે સુપ્રીમ કૉર્ટમાં વધુ સુનાવણી

હવે ગાંધી પરિવારે પોતાનો આ નિર્ણય બદલવો પડશે અને આવું ફક્ત તેઓ જ કરી શકે છે, તેમના સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ તેમનો નિર્ણય બદલાવી શકવા માટે સક્ષમ નથી. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નટવર સિંહે કહ્યું કે આ એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે દેશની ૧૩૪ વર્ષ જૂની પાર્ટી પાસે પાર્ટી અધ્યક્ષ જ નથી.

national news congress rahul gandhi