Nirbhaya case: રાષ્ટ્રપતિએ નકારી અરજી, 1 ફેબ્રુઆરીએ આપવામાં આવશે ફાંસી

17 January, 2020 05:23 PM IST  |  Mumbai Desk

Nirbhaya case: રાષ્ટ્રપતિએ નકારી અરજી, 1 ફેબ્રુઆરીએ આપવામાં આવશે ફાંસી

નિર્ભયા કેસમાં દિલ્હીની પટિયાલા કોર્ટે નવું ડેથ વૉરંટ જાહેરપ કરી દીધું છે. નવા ડેથ વૉરંટ પ્રમાણે ચારેય દોષીઓને 1 ફેબ્રુઆરી, સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે.

આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં ચારેય દોષીઓ માટે 22 જાન્યુઆરીનું ડેથ વૉરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ચારેય દોષીઓમાંથી એક મુકેશ કુમારે રાષ્ટ્રપતિ પાસે દયા યાચિકા મોકલી હતી. જે, શુક્રવારે નકારી દેવામાં આવી. દયા અરજી નકારી દીધા બાદ પણ ફાંસી આપવામાં માટે 14 દિવસની નોટિસ આપવામાં આવે છે. એવામાં મુકેશ સિંહ પાસે ફાંસીથી બચવાનો અંતિમ રસ્તો પણ બંધ થઈ ગયો અને મુકેશને ફાંસી નક્કી થઈ ગઈ.

નિર્ભયા મામલે અત્યાર સુધીની સૌથી મોટી ખબર આવી ગઈ છે. ચાર દોષીઓમાંથી એક મુકેશ સિંહની દયા યાચિકા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નકારી દીધી છે. એવામાં મુકેશ સિંહ પાસે ફાંસીથી બચવાનો અંતિમ રસ્તો પણ બંધ થઈ ગયો છે અને મુકેશને ફાંસી થવાની નક્કી છે. તો, ગૃહમંત્રાલયે રાષ્ટ્રપતિ પાસે દયા યાચિકા નકારી દીધા બાદ હવે ફાઇલ દિલ્હી સરકાર પાસે મોકલી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

જણાવીએ કે મુકેશની દયા યાચિકા રાષ્ટ્રપતિ પાસે મોકલવાની સાથે તેને નકારવાની ભલામણ પણ કેન્દ્રીય મંત્રાલય તરફથી જ કરવામાં આવી હતી. આના પર અમલ કરતા રાષ્ટ્રપતિ તરફથી યાચિકા નકારી દેવામાં આવી છે. આ પહેલા દિલ્હી સરકાર તરફથી યાચિકા નકારવાની અપિલ કરતાં તેને ઉપરાજ્યપાલ અનિલ બૈઝલ પાસે મોલકવામાં આવી હતી.

delhi Crime News national news