ભાગેડુ નીરવ મોદીની પાંચ કારની હરાજીમાં મળ્યા 2.9 કરોડ રૂપિયા

07 June, 2019 08:37 AM IST  |  નવી દિલ્હી

ભાગેડુ નીરવ મોદીની પાંચ કારની હરાજીમાં મળ્યા 2.9 કરોડ રૂપિયા

નીરવ મોદી

સરકારની કંપની મેટલ સ્ક્રૅપ ટ્રેડિંગ કૉર્પોરેશને ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની જપ્ત કરેલી ૭ લક્ઝરી કારની ફરી હરાજી કરી હતી. નીરવ મોદી પંજાબ નૅશનલ બૅન્કના ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન-કૌભાંડનો આરોપી છે.

આ સાત પૈકી પાંચ કાર વેચાઈ ગઈ છે અને એમાંથી ૨.૯ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. આ પહેલાં કંપનીએ ૨૫ એપ્રિલે મોદી અને તેના મામા મેહુલ ચોક્સીની ૧૩ કારની ઑનલાઇન હરાજી કરી હતી, જેમાં ૧૨ કાર ખરીદવા માટે લોકોએ ઉત્સુકતા બતાવી હતી. આ પૈકી પાંચ કાર ન વેચાઈ શકતાં એની ફરી હરાજી કરવામાં આવી હતી.

આ કાર ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી હતી, જેમાં રોલ્સ-રૉયસ અને ર્પોશેનો સમાવેશ હતો. ગઈ હરાજીમાં એની બોલી બોલાઈ હતી એ ઈડીને ઓછી લાગી હતી.

નવેસરથી થયેલી હરાજીમાં રોલ્સ-રૉયસના ૧.૭ કરોડ અને ર્પોશે માટે ૬૦.૨૫ લાખ રૂપિયાની બોલી લગાવાઈ છે. કાર ખરીદનારાઓએ ૧૫ દિવસમાં પૈસા જમા કરાવવાના રહેશે.

આ પણ વાંચો : સચિન પાઇલટ જો મુખ્ય પ્રધાન હોત તો પરિણામ બીજું જ હોત: કૉંગ્રેસ ધારાસભ્ય

આ પહેલાં નીરવ મોદીનાં પેઇન્ટિંગ્સની હરાજી કરીને ૫૪ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.

Nirav Modi national news