દિલ્હીમાં ISIS મૉડ્યુલનો પર્દાફાશ : ત્રણ આતંકવાદીઓની ધરપકડ

10 January, 2020 02:33 PM IST  |  New Delhi

દિલ્હીમાં ISIS મૉડ્યુલનો પર્દાફાશ : ત્રણ આતંકવાદીઓની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે આઇએસઆઇએસના ત્રણ આતંકવાદીની ધરપકડ કરી છે. ત્રણે આતંકવાદીઓની વઝિરાબાદમાં ધરપકડ કરી છે. આની પાસે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ આ ત્રણે આતંકવાદીઓ સાથે પૂછપરછ કરી રહી છે.

ધરપકડ થયેલા ત્રણે આતંકવાદી તામિલનાડુના રહેનાર છે. આતંકીઓએ પહેલાં પણ ગુનાકીય ઘટનાને અંજામ આપ્યો છે. ત્રણે આતંકવાદીઓએ ૨૦૧૪માં એક હિન્દુ નેતાની હત્યા કરી હતી. હિન્દુવાદી નેતાની હત્યા બાદ ૬ લોકો તામિલનાડુથી ફરાર થઈ ગયા હતા.

હત્યાના આરોપી ખુજા મોઇદ્દીન, અબ્દુલ નવાજ અને એક અન્ય વ્યક્તિ જેના નામની અત્યાર સુધી ખબર પડી શકી નથી. પહેલાં તે નેપાળ ભાગ્યા બાદમાં એનસીઆર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હુમલો કરવાનું મોટું ષડ્યંત્ર રચી રહ્યા હતા. તમામ શંકાસ્પદ આઇએસઆઇએસથી પ્રભાવિત છે. દિલ્હી પોલીસની સાથે આતંકવાદીઓની અથડામણ લગભગ ૭ વાગ્યે સવારે થઈ હતી.

ત્રણેય આતંકવાદીઓનું વિદેશમાં બેઠેલા એક હૅન્ડલર સાથે ઇનપુટ મળી રહ્યું હતું. આઇએસઆઇએસથી પ્રભાવિત આ આતંકવાદીઓમાં જોરદાર કટ્ટરતા ભરવામાં આવી છે. ૬માંથી ૩ નેપાળ ગયા અને બાકી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર એક ઍપથી હુમલો કરવાનો નિર્દેશ મળી રહ્યો હતો.

પોલીસ હવે કડકાઈથી આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે સાથે તેમની ઇચ્છા જાણવાનો પ્રયત્ન કરી રહી છે. ધરપકડ કરાયેલા આતંકી કઈ ઇચ્છાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી આવ્યા હતા. પોલીસ દરેક ઍન્ગલથી તપાસ કરી રહી છે.

new delhi national news Crime News