અયોધ્યામાં મસ્જિદ માટે 5 એકર જમીન આપવા સામે હિન્દુ પક્ષ ફરી અપીલ કરશે

07 December, 2019 01:14 PM IST  |  New Delhi

અયોધ્યામાં મસ્જિદ માટે 5 એકર જમીન આપવા સામે હિન્દુ પક્ષ ફરી અપીલ કરશે

અયોધ્યા

અયોધ્યામાં રામમંદિર વિશે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના પગલે રામમંદિર બનાવવાનો માર્ગ તો મોકળો થઈ જ ગયો છે, પણ સાથોસાથ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે.

આ આદેશ સામે હિન્દુ પક્ષ પુનઃ વિચાર અરજી દાખલ કરશે. હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ શંકરે કહ્યું હતું કે વિવાદિત ઇમારત પર હિન્દુ પક્ષનો દાવો મજબૂત હોવાથી જગ્યા અમને મળી છે, પણ ન્યાયના નામે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો અમે વિરોધ કરીશું. ચુકાદમાં ૧૯૯૨ની જે ઘટનાઓ પર ટિપ્પણીઓ કરવામાં આવી છે એને હટાવવા માટે પણ અરજીમાં અમે માગણી કરીશું. ૯ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો : અધીર રંજન બળાત્કારને રાજકીય હથિયાર બનાવનારા ભાષણ આપી રહ્યા છે: સ્મૃતિ ઈરાની

આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન પર રામમંદિર બનાવવા માટે સરકારને એક ટ્રસ્ટ બનાવવાનું પણ કહ્યું હતું. જોકે ચુકાદાના પગલે જમિયત ઉલેમાએ હિન્દના મૌલાના મદનીએ પુનઃ વિચાર અરજી કરી દીધી છે.

ayodhya ayodhya verdict national news