અધીર રંજન બળાત્કારને રાજકીય હથિયાર બનાવનારા ભાષણ આપી રહ્યા છે: સ્મૃતિ ઈરાની

Published: Dec 07, 2019, 13:08 IST | New Delhi

શિયાળુ સત્રનો આજે ૧૫મો દિવસ છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાની

શિયાળુ સત્રનો આજે ૧૫મો દિવસ છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહે ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને લોકસભામાં મહિલા સુરક્ષા વિશે ચર્ચા કરવામાં આવી હતી. લોકસભાના શૂન્યકાળમાં કૉન્ગ્રેસના સંસદસભ્ય અધીર રંજને મહિલાઓ સામે થતા અત્યારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક બાજુ રામમંદિર બનાવવામાં આવી રહ્યું અને બીજી બાજુ માતા સીતાને સળગાવવામાં આવી રહી છે.

સાંપ્રદાયિક વિષયો સાથે જોડવું એ ખોટી વાત છે. આવું દુઃસાહસ મેં કદી નથી જોયું એવું જણાવતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે બંગાળમાં પંચાયત ચૂંટણીમાં રેપનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે બંગાળના એક સંસદસભ્ય અહીં મંદિર બનાવવાનું નામ લઈ રહ્યા છે. જે લોકોએ રેપનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે એ લોકો આજે ભાષણ આપી રહ્યા છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અધીર રંજને તેલંગણ અને ઉન્નાવની ઘટનાનું નામ લીધું, પરંતુ તેઓ માલદાનું નામ ભૂલી ગયા. કૉન્ગ્રેસ સંસદસભ્યોના હોબાળા દરમ્યાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઉન્નાવ અને તેલંગણમાં જે થયું એ શરમજનક છે. એના આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ. આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.

આ પણ વાંચો : હૈદરાબાદ એનકાઉંટરઃ પોલીસે 30મિનિટની કરી બધી વાત, 'હથિયારો છીનવી આરોપીએ પોલીસ પર કરી ફાયરિંગ'

અધીર રંજને લોકસભામાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. શૂન્યકાળમાં તેમણે કહ્યું કે એક બાજુ રામમંદિર બનાવવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ સીતા માને સળગાવવામાં આવી રહ્યાં છે. અધીર રંજને અહીં હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રેપ-પીડિતાઓને સળગાવવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે ઉન્નાવની પીડિતા ૯૫ ટકા સળગી ગઈ છે. દેશમાં શું થઈ રહ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK