ભારત મુશ્કેલીમાં:દિલ્હી 3 માંથી 2 બેરલ ક્રૂડ ઑઇલ ઈરાનથી ઇમ્પૉર્ટ કરે છે

04 January, 2020 12:26 PM IST  |  New Delhi

ભારત મુશ્કેલીમાં:દિલ્હી 3 માંથી 2 બેરલ ક્રૂડ ઑઇલ ઈરાનથી ઇમ્પૉર્ટ કરે છે

ક્રૂડ ઑઇલ

અમેરિકન સેના દ્વારા ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીને માર્યા બાદ હવે જગત જમાદાર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. તેવામાં તેની અસર વિશ્વના અન્ય દેશો પર પણ પડી શકે છે. ભારત મધ્ય-પૂર્વીય એશિયા પર મોટા ભાગે નિર્ભર છે. જો આ ક્ષેત્રમાં તણાવ વધે તો ભારતના વેપારની સાથે-સાથે તેલની આયાત પર પણ અસર થશે. જેનાથી ભારતની ચિંતા વધી શકે છે. તો બન્ને દેશો વચ્ચે વધેલા તણાવની ભારત પર શું અસર પડશે તે જાણીએ.

સરકારી આંકડાઓ જોવામાં આવે તો ભારતે ગત વર્ષે પોતાની જરૂરિયાત માટે ૮૪ ટકા કાચું તેલ ઈરાન પાસેથી આયાત કર્યું હતું. આ પ્રકારે કુલ આયાતના દર ત્રણમાંથી બે બેરલ તેલ ઈરાનથી આયાત થાય છે જેની સીધી અસર તેલના ભાવમાં પડશે અને આ તણાવ યુદ્ધનું રૂપ ધારણ કરશે તો તેલના ભાવોમાં વધારો થવાની આશંકા છે, તેનાથી ઉપભોક્તા વસ્તુઓના ભાવ વધી શકે છે અને દેશનું બાહ્ય નુંકસાન વધવાની શક્યતા છે. તેનું પરિણામ તે હશે કે દેશનો આર્થિક વિકાસની ઝડપ ધીમી થઈ શકે છે અને અર્થવ્યવસ્થા પર તેની ખાસ્સી અસર જોવા મળી શકે છે.

હાલની સ્થિતિમાં ભારત પાસે ઈમર્જન્સી માટે ઉપયોગ કરવા માટે રિઝર્વ સ્ટોક માત્ર ૩.૯૧ કરોડ બેરલ છે જે માત્ર ૯ થી ૧૦ દિવસ જ ચાલી શકે છે. આવી સ્થિતિમાં જો બંન્ને દેશો વચ્ચે તણાવ વધે તો ભારતે ક્રૂડ ઓઈલ માટે વધારે રકમ ચૂકવવી પડશે. જેનાથી સરકારનું આર્થિક નુકસાન વધી શકે છે. ભારત પહેલાંથી જ ઈરાનના બેરલનો વિકલ્પ શોધી રહ્યું છે. જે આ તણાવ વધશે તો તેની સીધી અસર ભારતની અર્થવ્યવસ્થા પર પડશે તે નક્કી છે.

તેલની કિંમતોમાં વધારો થવાથી તેની સીધી અસર દેશના નાગરિકો પર પડશે. તેલની અછત થવાથી તેના ભાવમાં વધારો થશે. તેનું પરિણામ તે થશે કે, ઉપભોક્તા વસ્તુઓ અને જીવન જરૂરિયાતની વસ્તુનાં ભાવ ઝડપથી વધશે, જેના લીધે દેશમાં મોઘવારી વધશે. છેલ્લાં ઘણાં સમયથી દેશની અર્થવ્યવસ્થાની રફ્તાર ધીમી જોવા મળી રહી છે ત્યારે તેલની અછતથી મોંઘવારી વધુ વધી શકે છે.

ભારતે ઈરાનના ચાબહાર પોર્ટમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું છે. ભારતના પ્રયાસો રહેશે કે, ઈરાનના રસ્તે અફઘાનિસ્તાન સુધી સીધો સંપર્ક સ્થાપિત કરી શકાય. તેના માટે ભારત ઈરાનથી અફઘાનિસ્તાન સુધી માર્ગ બનાવવામાં મદદ કરી રહ્યું છે. ચાબહાર પોર્ટના લીધે ભારત પોતાનો માલ અફઘાનિસ્તાન અને ઈરાન સીધો જ મોકલી શકે છે.

આ સિવાય એક મોટી વાત તે પણ છે કે, ચાબહારના કારણે ભારત પોતાના માલને રશિયા, તઝાકિસ્તાન, કઝાકિસ્તાન અને ઉઝેબકિસ્તાન મોકલી શકે છે. તેનાથી ભારતના વેપારમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, હથિયારો ખરીદવાના લીધે રૂસ પાસેથી વધી રહેલા વ્યાપાર નુંકસાનને પણ ઓછું કરવામાં ભારતને મદદ મળી રહી છે.

ઈરાનના ચાબહાર પોર્ટને ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્તપણે વિકસીત થઈ રહેલા ગ્વાદર પોર્ટને માત આપશે તેવી રીતે જોવા આવી રહ્યું છે અને ભારત માટે તે મોટી ઉપલબ્ધી છે કે અમેરીકાએ આ પોર્ટને ઈરાન પર લાગેલા પ્રતિબંધોથી મુક્ત રાખ્યું છે. ભારતે અફઘાનિસ્તાનથી ઈરાનના ચાબહાર સુધી માર્ગનું નિર્માણ પણ કર્યું છે જેનાથી અફઘાનિસ્તાનને સમુદ્ર સુધી સરળતાથી પહોંચી શકાય.

new delhi national news