ભારત પર દરિયાઈ માર્ગે આતંકવાદી હુમલાની ટ્રેઇનિંગ ચાલે છે : સુનીલ લાંબા

06 March, 2019 07:55 AM IST  | 

ભારત પર દરિયાઈ માર્ગે આતંકવાદી હુમલાની ટ્રેઇનિંગ ચાલે છે : સુનીલ લાંબા

નૌકાદળના વડા ઍડ્મિરલ સુનીલ લાંબા

નૌકાદળના વડા ઍડ્મિરલ સુનીલ લાંબાએ ગઈ કાલે પાકિસ્તાનું નામ લીધા વગર જણાવ્યું હતું કે ‘ભારતને અસ્થિર કરવાની ઇચ્છા ધરાવતા દેશની મદદથી કેટલાક ત્રાસવાદીઓએ પુલવામા ટેરર અટૅક કર્યો હતો. હવે એ સરહદ પારનાં પરિબળો દરિયાઈ માર્ગે હુમલા ઉપરાંત અન્ય રીતે પણ આતંકવાદી કૃત્યો માટે યુવાનોને તાલીમ આપતાં હોવાની ખબર મળ્યા છે.’

ઍડ્મિરલ સુનીલ લાંબાએ ગઈ કાલે દિલ્હીમાં હિન્દ પ્રશાંત ક્ષેત્રીય સંવાદની સભામાં વૈશ્વિક નિષ્ણાતો અને રાજદ્વારી અમલદારોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘તાજેતરનાં વર્ષોમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં અનેક પ્રકારનો આતંકવાદ જોવા મળ્યો છે. વિશ્વના આ ક્ષેત્રમાં જૂજ દેશો આ પ્રકારના આતંકવાદની લપેટમાંથી બચ્યા છે. આતંકવાદ આજે વૈશ્વિક પડકાર છે. આતંકવાદે તાજેતરનાં કેટલાંક વર્ષોમાં આખી દુનિયામાં વ્યાપ વધારતાં જોખમ વધી ગયું છે.’

પાકિસ્તાનની ચૅનલમાં બતાવવામાં આવતું કહેવાતી ભારતીય સબમરીનનું દૃશ્ય.

પાકિસ્તાનનું વધુ એક જૂઠાણું : ભારતની સબમરીને તેમની દરિયાઈ સીમામાં ઘૂસણખોરી કરી

પાકિસ્તાને ગઈ કાલે ભારતની સબમરીનનો એના ક્ષેત્રમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. એ આરોપના સમર્થનમાં પાકિસ્તાની નૌકાદળે મીડિયાને એક વિડિયો ફુટેજ પણ સુપરત કર્યું હતું. એ વિડિયો ફુટેજ સો ટકા સાચું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ જાણકારોએ પાકિસ્તાનના વિડિયોમાં અને દાવામાં વજૂદ ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : "મુંછે હો તો અભિનંદન જેસી વરના ના હો" - અભિનંદ લૂકનો લોકોમાં ટ્રેન્ડ

દરમ્યાન સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન વિડિયો ફુટેજમાં સબમરીન જ્યાં પહોંચી હોવાનું દર્શાવે છે એ ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય સીમા ક્ષેત્રમાં આવે છે. એ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાનું ક્ષેત્ર હોવાથી ત્યાં પાકિસ્તાનને ભારતની સબમરીનને પકડવા કે છોડવાનો અધિકાર નથી. એ વિડિયો ફુટેજ ચોથી માર્ચે રાતે ૮.૩૫ વાગ્યે મેળવવામાં આવ્યું હતું. પાકિસ્તાનના નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે શાંતિની નીતિને કારણે એ સબમરીન પર શસ્ત્રપ્રયોગ કર્યા વગર વિશિષ્ટ કૌશલ્યના પ્રયોગ દ્વારા એને ફક્ત પાછળ ધકેલી હતી.

national news indian navy pakistan india terror attack