Coronavirus Outbreak: ભારતમાં કોરોનાના કેસિઝ 6 લાખને પાર

02 July, 2020 10:30 AM IST  |  Mumbai

Coronavirus Outbreak: ભારતમાં કોરોનાના કેસિઝ 6 લાખને પાર

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોનાવાઇરસની પકડ જાણે વધારે સખત જ થતી જાય છે. આજે 2જી જૂલાઇના રોજ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 605216 પર પહોંચી ગઇ છે. બુધવારે દેશમાં નવા કેસિઝની સંખ્યા 19248 થઇ છે તથા સાજા થયેલાઓની સંખ્યા covid19india.org અનુસાર 12057 પર પહોંચી છે.

સારા સમાચાર બીજી બાજુ મિઝોરમ અને સિક્કીમ બે રાજ્ય એવા છે, જેમાં હાલમા નવા કેસિઝન નથી આવ્યા. સિક્કીમમાં સતત ત્રણ દિવસથી કોઈ નવો કેસ નથી આવ્યો.
દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે બુધવારે ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ થઈ ગઈ હતી. જો કે, હાલ માત્ર ઉત્તરાખંડના રહેવાસી લોકોને જ ચારધામની યાત્રાની મંજૂરી છે. યાત્રાની મંજૂરી અપાઇ પછી પહેલા દિવસે 422 શ્રદ્ધાળુઓને ઈ-પાસ આપવામાં આવ્યા હતા. આ તરફ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં બુધવારે સંક્રમણના 192 કેસ સામે આવ્યા હતા. આમ ઔરંગાબાદમાં સંક્રમિતોની સંખ્યા વધીને 5757 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં 350 લોકલ ટ્રેન શરૂ કરાઈ છે. જો કે, આ ટ્રેનમાં માત્ર સરકારી કર્મચારીઓને જ સફર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

national news coronavirus covid19 new delhi maharashtra