નરેન્દ્ર મોદી બન્યા સંસદીય દળના નેતા, કહ્યું,'જવાબદારી વધી છે'

25 May, 2019 07:33 PM IST  |  દિલ્હી

નરેન્દ્ર મોદી બન્યા સંસદીય દળના નેતા, કહ્યું,'જવાબદારી વધી છે'

નરેન્દ્ર મોદી Image Courtesy : ANI

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ NDAએ નવી સરકાર રચવાની તૈયારી આદરી દીધી છે. દિલ્હીમાં યોજાયેલી સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીનું નામ આગળ કર્યુ હતું. આ પ્રસ્તાવને રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ ટેકો આપ્યો હતો. બાદમાં પ્રકાશ સિંહ બાદલે સંસદીય દળના નેતા તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ રજૂ કર્યું, જેને એનડીએના તમામ સાથી પક્ષોએ સમર્થન આપ્યું હતું.

8 વાગે રાષ્ટ્રપતિ સાથે કરી શકે છે મુલાકાત

મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે જ સાંજે એનડીએને સરકાર બનાવવાનું આમંત્રણ આપી શકે છે. અને સાંજે 8 વાગે એનડીએ તરફથી નરેન્દ્ર મોદી સરકાર બનવવાનો દાવો રજૂ કરી શકે છે.

narendra modi bharatiya janata party amit shah national news