વિવાદ વચ્ચે નવજોત સિંહે આપ્યું પ્રધાન પદેથી રાજીનામું

14 July, 2019 02:03 PM IST  | 

વિવાદ વચ્ચે નવજોત સિંહે આપ્યું પ્રધાન પદેથી રાજીનામું

પંજાબના મુખ્યપ્રધાન નવજોત સિંહ સિદ્ધૂએ પોતાના પ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. પહેલા નવજોત સિંહે તેમનું રાજીનામું કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલ્યું હતું. નવજોત સિંહે ટ્વીટ કરીને તેમના રાજીનામા અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહે પોતાનું રાજીનામું 10 જૂને આપ્યું હતું અને આ વિશે અત્યાર સુધી કોઈ માહિતી આપવામાં આવી હતી નહી. આજે અચાનક ટ્વીટ કરીને નવજોત સિંહે તેમના પ્રધાનપદેથી રાજીનામા વિશે ખુલાસો કર્યો હતો. સિદ્ધુએ રવિવારે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમનું રાજીનામું પંજાબના મુખ્યપ્રધાનને પણ મોકલવામાં આવ્યું છે.

સિદ્ધુએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 10 જૂને રાહુલ ગાંધી, અહેમદ પટેલ અને પ્રિંયકા ગાંધી સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, તેમણે રાહુલ ગાંધીને પત્ર સોપ્યો જો કે તે સમયે રાજીનામા અંગે કોઈ પણ ચર્ચા થઈ હતી નહી. પંજાબના મુખ્ય પ્રધાને સિદ્ધુના એક કેબિનેટમાં ગેરહાજર રહેલા બદલ તેમનું ખાતું બદલાવ્યું હતું. જો કે હજુ સુધી સિદ્ધુને નવા મંત્રાલયનો કાર્યભાર પણ મળ્યો નથી.

આ પણ વાંચો: નવી દિલ્હી જનારી 80 ટ્રેનો 15 થી 22 જુલાઈ સુધી કરાઈ રદ્દ

લોકસભા ચૂંટણી દરમિયાન કેપ્ટન અમરિંદર અને સિદ્ધુ વચ્ચે વિવાદ જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન બન્ને નેતાઓએ એકબીજા સામે આરોપ પ્રત્યારોપ પણ લગાવ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુ તેમનુ ખાતુ બદલાવાના કારણે નિરાશ જોવા મળી રહ્યાં હતાં. કૉન્ગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસથી એક પછી એક રાજીનામાં પડી રહ્યા છે ત્યારે નવજોત સિંહે ક્રમ જાળવતા કૉન્ગ્રેસમાંથી તો નહી પરંતુ તેમના પ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે.

navjot singh sidhu gujarati mid-day