મેહબૂબાએ જમાત-એ-ઇસ્લામી પર મુકાયેલા પ્રતિબંધના નિર્ણયને વખોડ્યો

02 March, 2019 08:04 AM IST  |  જમ્મુ-કાશ્મીર

મેહબૂબાએ જમાત-એ-ઇસ્લામી પર મુકાયેલા પ્રતિબંધના નિર્ણયને વખોડ્યો

મેહબૂબા મુફ્તી

જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી વિચારોના પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવનારા સંગઠન જમાત-એ-ઇસ્લામી (જમ્મુ-કાશ્મીર) પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયની PDPનાં નેતા અને જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ આકરી ટીકા કરી હતી. મેહબૂબાએ જણાવ્યું હતું કે રાજકીય સમસ્યાના ઉકેલ માટે બળપ્રયોગના કેન્દ્ર સરકારના વલણનું વધુ એક ઉદાહરણ જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ દ્વારા મળ્યું છે.

મેહબૂબા મુફ્તીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘લોકશાહીમાં વિચારોની લડાઈ ચાલે છે. જમ્મુ-કાશ્મીરમાં દરોડાસત્ર બાદ જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ વખોડવાલાયક છે. જમ્મુ-કાશ્મીરમાં રાજકીય વિવાદના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા બળપ્રયોગનું આ વધુ એક ઉદાહરણ છે.’

આ પણ વાંચો : જાણો PM મોદીએ વિંગ કમાન્ડર અભિનંદન ભારતમાં આવતા શું કહ્યું

કેન્દ્ર સરકારે આતંકવાદી સંગઠનો સાથે નિકટના સંબંધો અને ભાગલાવાદી પ્રવૃત્તિની ઉશ્કેરણીની શક્યતાને ધ્યાનમાં રાખીને આતંકવાદવિરોધી કાયદા હેઠળ જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂક્યો હતો.

mehbooba mufti pakistan india jammu and kashmir national news