ગૃહિણીનું બજેટ ખોરવાયું : કાંદાના ભાવ રેકૉર્ડ બ્રેક આસમાને

06 December, 2019 10:58 AM IST  |  Mumbai

ગૃહિણીનું બજેટ ખોરવાયું : કાંદાના ભાવ રેકૉર્ડ બ્રેક આસમાને

કાંદા

કાંદાના આસમાનને અડી રહેલા ભાવ ગૃહિણીનું બજેટ ખોરવી રહ્યા છે ત્યારે ગઈ કાલે કાંદાનો ભાવ રેકૉર્ડ બ્રેક આસમાનને આંબી ગયો હતો. અહમદનગર બજાર સમિતિની ઉપબજારમાં ગઈ કાલે થયેલી લિલામીમાં કાંદા ૧૫૦ રૂપિયે કિલો, જ્યારે લાલ કાંદા ૯૦થી ૧૩૦ રૂપિયા કિલોએ મળ્યા હતા.

છેલ્લા કેટલાક મહિનાથી કાંદાની આવક ઓછી થઈ રહી હોવાથી કાંદાના ભાવ દરરોજ વધી રહ્યા છે. દેશભરમાં કાંદાની માગણી વધી રહી છે. અહમદનગર બજાર સમિતિમાં રોટેશન પદ્ધતિએ કાંદાની લિલામી થતી હોય છે. ગઈ કાલે કાંદાના વેચાણ માટે ખેડૂતોએ ૩૦,૦૦૦ ગૂણી બજારમાં લાવી હતી જેમાં સારી ગુણવત્તાના લાલ કાંદાનો વિક્રમી ૧૫૦ રૂપિયાનો ભાવ મળ્યો હતો. દેશી અને ઓછા લાલ દેખાતા કાંદાને પણ ૯૦થી ૧૩૦ રૂપિયાનો ભાવ મળ્યો હતો. કાંદાનો આ વર્ષનો રેકૉર્ડ ભાવ હોવાનું બજાર સમિતિના સેક્રેટરી અભય ભિસેએ જણાવ્યું હતું.

વેપારીઓની ગુજરાતની બજારો પર નજર

મુંબઈ અને નવી મુંબઈના લોકોને કાંદાનો પુરવઠો મળી રહે એ માટે વેપારીઓ અન્ય રાજ્યોમાંથી પણ કાંદા મગાવી રહ્યા છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે હુબલીથી આવતી કાંદાની આવક લગભગ બંધ થવાને આરે હોવાથી હવે વેપારીઓએ ગુજરાતમાંથી કાંદા મગાવવાની શરૂઆત કરી છે. રોજના લગભગ ૧૦થી ૧૫ ટ્રક કાંદા ગુજરાતથી આવી રહ્યા છે.

આ પણ વાંચો : થાણેમાં આરપીએફ કૉન્સ્ટેબલે પાટા ક્રૉસ કરતા પ્રવાસીનો જીવ બચાવ્યો

મોંઘવારીને કારણે હોટેલોમાં પણ હવે વધુ કાંદા આપવાને બદલે કાંદા સાથે બીટ, ગાજર-કાકડી આપવામાં આવી રહ્યાં છે. કાંદાનાં ભજિયાંને બદલે બટાટાનાં ભજિયાંને પ્રાધાન્યતા આપવામાં આવી રહી છે.

ahmednagar onion prices mumbai news