ચિદંબરમને જામીન મળવા પર રાહુલ ગાંધીનું નિવેદન

04 December, 2019 05:31 PM IST  |  Mumbai Desk

ચિદંબરમને જામીન મળવા પર રાહુલ ગાંધીનું નિવેદન

સુપ્રીમ કોર્ટે આઇએનએક્સ મીડિયા મની લૉન્ડ્રિંગ મામલે તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી ચિદંબરમને જામીન આપવામાં આવી છે. કૉંગ્રેસે આને મોટી જીત જણાવી છે અને કહ્યું કે ચિદંબરમ નિર્દોષ સાબિત થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, "પી ચિદંબરમની 106 દિવસની કેદ પ્રતિશોધપૂર્ણ હતી અને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે નિષ્પક્ષ સુનવણીમાં નિર્દોષ સાબિત કરી શકશે."

સુપ્રીમ કોર્ટે ચિદંબરમને નિર્દેશ આપ્યો હતો કે પૂર્વ અનુમતિ વિના તે ન તો દેશમાંથી બહાર ઝશે અને ન તો આ પ્રકરણ વિશે મીડિયા સાથે વાત કરશે. જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ ઋષિકેશ રાયની પીઠે છેલ્લા 105 દિવસથી જેલમાં બંધ કૉંગ્રેસના 74 વર્ષના વરિષ્ઠ નેતા પી ચિદંબરમને જામીન આપતાં એ નિર્દેશ પણ આપ્યો છે કે તે ન તો સાક્ષીઓને પ્રભાવિત કરશે અને ન તો કોઇ સાક્ષ્ય સાથે છેડછાડ કરશે.

સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને રાહત આપી હતી અને તેમને બે લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને સમાન રકમની બે બાંયધરી પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો. ચિદંબરમને પહેલી વાર આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈએ 21 ઑગસ્ટના ધરપકડ કરી હતી. આ મામલે તેમને શીર્ષ ન્યાયાલયે 22 ઑક્ટોબરના જામીન આપી હતી.

આ દરમિયાન 16 ઑક્ટોબરના પ્રવર્તન નિદેશાલયે આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલામાં મળેલી રકમથી સંબંધિત ધન શોધન મામલે ચિદંબરમની ધરપકડ કરી લેવામાં આવી હતી. તો આ સમયે ન્યાયિક પકડમાં છે. શીર્ષ ન્યાયાલયે કહ્યું કે આર્થિક અપરાધ ગંભીર પ્રકારના હોય છે પણ આરોપીને જામીન આપવાનો નિયમ છે અને અપવાદ સ્વરૂપે આની ના પાડી શકાય છે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

સીબીઆઈએ 15 મે, 2017ના એક મામલો નોંધાવવામાં આવ્યો હતો કે 2007માં તત્કાલીન નાણાં મંત્રી પી ચિદંબરમના કાર્યકાળ દરમિયાન વિદેશી નિવેશ સંવર્ધન બૉર્ડ દ્વારા આઇએનએક્સ મીડિયા સમૂહને 305 કરોડ રૂપિયાનું વિદેશી નિવેશ પ્રાપ્ત કરવાની પરવાનગી આફવામાં અનિયમિતતાઓ થઈ. આના પછી પ્રવર્તન નિદેશાલયે પણ ધન શોધન (મની લૉન્ડ્રિંગ)નો મામલો નોંધ્યો હતો.

rahul gandhi p chidambaram national news indian politics