આ વર્ષે ચોમાસું નબળું રહેવાની સંભાવના: સ્કાયમેટની આગાહી

04 April, 2019 07:50 AM IST  |  મુંબઈ

આ વર્ષે ચોમાસું નબળું રહેવાની સંભાવના: સ્કાયમેટની આગાહી

ફાઈલ ફોટ

એક એવા નિરાશાજનક સમાચાર છે કે આ વર્ષે વરસાદ ઓછો પડશે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહે એવી સંભાવના છે એવી આગાહી ખાનગી વેધશાળા સ્કાયમેટે ગઈ કાલે કરી છે.

ભારતમાં જૂન અને સપ્ટેમ્બર મહિનાઓ વચ્ચે ચોમાસાની ઋતુનો વરસાદ પડતો હોય છે. લાંબા સમયગાળાની સરેરાશ (લૉન્ગ પીરિયડ ઍવરેજ-ન્ભ્ખ્)ની સામે ચોમાસું ૯૩ ટકા રહેવાની સંભાવના છે એમ સ્કાયમેટ એજન્સીએ કહ્યું છે.

LPA ૯૦-૯૫ ટકાની વચ્ચે આવે તો એ ચોમાસું સામાન્ય કરતાં ઓછાની કૅટેગરીમાં ગણાય. સ્કાયમેટના સીઈઓ જતિન સિંહના જણાવ્યા મુજબ અલ નીનો પરિબળને કારણે આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડે એવી ધારણા છે.

LPA એટલે ૧૯૫૧ અને ૨૦૦૦ની સાલ વચ્ચેના ચોમાસાના વરસાદની સરેરાશ છે જે ૮૯ સેન્ટિમીટર છે. સ્કાયમેટના અંદાજ મુજબ આ વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ૫૫ ટકા શક્યતા છે.

આ પણ વાંચોઃ અલ નીનોની અસરે જો ચોમાસું મોડું પડશે તો રૂમાં તેજી થશે : અતુલ ગણાત્રા

સામાન્યથી નબળા ચોમાસાની સીધી અસર ગ્રામ્ય વસ્તી પર પડે છે. ચોમાસું સારું રહે છે એ ગ્રામ્ય વિસ્તારોના લોકોની આવકમાં વધારો થાય છે, જેના કારણે માગમાં વધારો થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધવાની ઉદ્યોગજગત પર પણ સારી અસર પડે છે.

mumbai monsoon news