મોદીની હાજરી વિક્રમ માટે અશુભ પુરવાર થઈ : કુમારસ્વામીનું વિવાદિત નિવેદન

14 September, 2019 10:12 AM IST  |  બૅન્ગલોર

મોદીની હાજરી વિક્રમ માટે અશુભ પુરવાર થઈ : કુમારસ્વામીનું વિવાદિત નિવેદન

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

બૅન્ગલોર : (જી.એન.એસ.) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તરફથી ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દુનિયાભરથી લોકો ઇસરોના ચંદ્રયાન-2 મિશનના વખાણ કરતાં થાકતાં નથી. લોકોની શુભેચ્છાઓની વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીના નિવેદનના કારણે એક મોટો વિવાદ ઊભો કરી દીધો છે. કુમારસ્વામીએ નિવેદન આપતાં કહ્યું કે, ઇસરોના હેડ-ક્વાર્ટરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી લૅન્ડર વિક્રમ માટે ‘અશુભ’ પુરવાર થઈ. આ કારણ છે કે ચંદ્રયાન-2 મિશનના લૅન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ નહોતું થઈ શક્યું.

કુમારસ્વામીએ મૈસૂરમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, હું નથી જાણતો પરંતુ સંભવતઃ ત્યાં તેમના પગલા મૂકવાનો સમય ઇસરો વૈજ્ઞાનિકો માટે અપશુકન લઈને આવ્યા. તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ૬ સપ્ટેમ્બરે દેશના લોકોને એવો સંદેશ આપવા માટે બૅન્ગલોર પહોંચ્યા કે ચંદ્રયાનના લોન્ચિંગ પાછળ તેમનો હાથ છે, જ્યારે આ પરિયોજના ૨૦૦૮-૨૦૦૯ દરમ્યાનની યુપીએ સરકાર અને વૈજ્ઞાનિકોએ શરૂ કરી હતી.

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

કુમારસ્વામીએ કહ્યું કે, વૈજ્ઞાનિકોએ ૧૦થી ૧૨ વર્ષની અથાગ મહેનત કરી. ચંદ્રયાન-2 માટે કૅબિનેટની મંજૂરી ૨૦૦૮-૦૯માં આપવામાં આવી હતી અને આજ વર્ષે ફંડ ફાળવવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે, વડા પ્રધાન ત્યાં પ્રચાર મેળવવા માટે આવ્યા, જાણે ચંદ્રયાન-2નું લૉન્ચિંગ તેમના કારણે થયું.

bengaluru national news