મોદી સરકાર એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સેદારી વેચવા માટે તૈયાર

08 July, 2019 09:31 AM IST  |  નવી દિલ્હી

મોદી સરકાર એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સેદારી વેચવા માટે તૈયાર

એર ઇન્ડિયા

સરકારે જે નવી યોજના બનાવી છે તેમાં સરકારની એર ઇન્ડિયામાં રહેલી ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવા માટે પણ સરકારની તૈયારી હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે જો કોઈ કંપની એર ઈન્ડિયામાં ૧૦૦ ટકા સ્ટેક ખરીદવા માગતી હોય તો સરકારને વાંધો નથી. જોકે તેના પર નિર્ણય લેવાશે એ બાદ સરકાર તે અંગે જાહેરાત કરી શકે છે.

ગયા વર્ષે સરકારે એર ઈન્ડિયા વેચવાની કરેલી કોશિશ સફળ થઈ નહોતી. એ પછી સરકારે ફરી વખત એરલાઈન વેચવા માટે કાઢી છે. ગયા વર્ષે સરકારે એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ મોકૂફ રાખવા પાછળનું કારણ ક્રૂડ ઑઈલની કિંમતોમાં અસ્થિરતાનું આપ્યું હતું. ગયા વર્ષે સરકારે જોકે ૭૪ ટકા સુધીનો હિસ્સો વેચવાની ઑફર કરી હતી. આ કારણે જ કોઈ કંપની આગળ આવી નહીં હોવાનું કહેવાઈ રહ્યું હતું.

જોકે હવે સરકાર ૧૦૦ ટકા હિસ્સો વેચવા માટે પણ તૈયાર હોવાનું મનાય છે. સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં જ સોદો કરી દેવા માગે છે. આ માટેનું તમામ પેપર વર્ક પૂરું કરી દેવાયું છે.

આ પણ વાંચો : કર્ણાટક સરકારને બચાવવા મલ્લિકાર્જુન ખડગેને મુખ્ય પ્રધાન બનાવશે?

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે પણ એવિએશન સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદા વધારવા માટેના સંકેતો આપ્યા હતા. હાલમાં આ મર્યાદા ૪૯ ટકાની છે.

air india narendra modi