70 દિવસમાં મોદી સરકારના ઐતિહાસિક કામ,370 વોટથી કલમ-370 હટાવી: અમિત શાહ

17 August, 2019 10:16 AM IST  | 

70 દિવસમાં મોદી સરકારના ઐતિહાસિક કામ,370 વોટથી કલમ-370 હટાવી: અમિત શાહ

ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે હરિયાણાના જીંદમાં એક રૅલીને સંબોધી હતી. આ સાથે જ તેમણે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું છે. આ જ રૅલીમાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, મહાસચિવ અનિલ જૈન સહિત તમામ પ્રધાનો-નેતાઓએ પણ હાજરી આપી હતી. અમિત શાહે કહ્યું કે ‘પાંચ વર્ષ પહેલાં આ મેદાન પર ચૌધરી બીરેન્દ્ર સિંહને બીજેપીના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આજે ચોથી વખત હું અહીં આવ્યો છું. હરિયાણામાં બીજેપી બહુમત સાથે સરકાર બનાવશે એનો મને પૂરો ભરોસો છે. હું વિધાનસભામાં આવ્યો તો તમે બહુમત સરકાર બનાવી દીધી, લોકસભામાં આવ્યો તો હરિયાણાએ ૩૦૦ પાર કરાવી દીધી.’

અમિત શાહે આગળ કહ્યું કે ‘આ વખતે પણ જ્યારે ચૂંટણી થશે ત્યારે પીએમ મોદીને લોકો આશીર્વાદ આપશે. મોદી સરકારે માત્ર ૭૫ દિવસમાં સરદાર પટેલનું સપનું પૂરું કર્યું છે. ૭૦ વર્ષમાં કૉન્ગ્રેસની સરકાર વોટ-બૅન્કની લાલચમાં જે નથી કરી શકી એ મોદી સરકારે માત્ર ૭૫ દિવસમાં કરી બતાવ્યું. કલમ-૩૭૦ ઇતિહાસનો હિસ્સો બની ગઈ. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના યુદ્ધના સમયે ત્રણેય સેનાઓ એક અંગ બનીને દુશ્મનને જવાબ નહોતી આપી શકી, પરંતુ હવે એ મોદી સરકારે કરી બતાવ્યું. જ્યારે ત્રણેય સેના અલગ-અલગ કામ કરતી હોય તો એની અલગ-અલગ શક્તિ હોય છે.

આ પણ વાંચો: 73 કિ.મીનું સ્કેટિંગ કરનાર પિતા-પુત્રોની ત્રિપુટીને લિમકા બુકમાં સ્થાન

સીડીએસમાં એક થઈને કામ કરશે તો તાકાત વધુ વધશે. અમે ખેડૂતો માટે કામ કર્યું. મોદી સરકારે ૭૫ દિવસમાં ખેડૂતો અને વેપારીઓ માટે પેન્શનનું કામ કર્યું તેમ જ જળ મંત્રાલયનું ગઠન કર્યું. જ્યારે કૉન્ગ્રેસની સરકાર હતી ત્યારે હરિયાણાને કેટલા રૂપિયા મળતા હતા? અમે હરિયાણામાં વિકાસનાં અનેક કામ કર્યાં. મારી પાસે લાંબી યાદી છે. મોદી સરકાર અને ખટ્ટર સરકારે અહીં લગાતાર વિકાસનાં કામ કર્યાં છે. અટલજીનો આત્મા જ્યાં પણ હશે ત્યાં આજે મોદી સરકારને દિલથી આશીર્વાદ આપતો હશે. આ વખતે અમને ૪૭ બેઠક નથી જોઈતી. આ વખતે ૭૫ બેઠક હશે તો જ બીજેપીનો વિજય માનવામાં આવશે. મિશન-૭૫ હરિયાણાની જનતાના આશીર્વાદ વગર શક્ય નહીં બને. ખટ્ટર સરકારે હરિયાણામાં પાંચ વર્ષ દિલથી કામ કર્યું છે.’

national news amit shah gujarati mid-day