મોદી સરકારે ૧૫ અધિકારીઓને બળજબરીપૂર્વક નિવૃત્ત કર્યા

28 September, 2019 11:21 AM IST  |  મુંબઈ

મોદી સરકારે ૧૫ અધિકારીઓને બળજબરીપૂર્વક નિવૃત્ત કર્યા

નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : (જી.એન.એસ.) કેન્દ્રમાં રહેલી મોદી સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટું પગલું ભર્યું હતું અને ૧૫ જેટલા અધિકારીઓને રિટાયરમેન્ટ આપી દીધું હતું. ૧૫ સિનિયર ઑફિસરને બળજબરીપૂર્વક નિવૃત્ત કરવાનો સરકારે નિર્ણય લીધો હતો. આ વર્ષે જૂન મહિનામાં પણ એક આવો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં હાઇએસ્ટ રૅન્કવાળા ભારતીય રાજસ્વ સેવાના ૨૭ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા હતા. કરપ્શનમાં નામ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મીડિયાના સમાચાર મુજબ જે ટૅક્સ અધિકારીઓ સામે અનિયમિતતાનો આરોપ છે, તેમની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લામાં આપવામાં આવેલા ભાષણમાં ટૅક્સ અધિકારીઓ તરફથી આપવામાં આવતી યાતનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.

આ નિયમ અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહીમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસ ૧૯૭૨ના નિયમ ૫૬ જે અંતર્ગત ૩૦ વર્ષ સુધી સેવા પૂરી કરી હોય અથવા તો ૫૦ વર્ષની ઉંમરે જેઓ પહોંચ્યા હોય એવા અધિકારીઓની સર્વિસ સમાપ્ત કરી દેવામાં આવી છે.

narendra modi indian government national news