વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને આપી આ ખાસ ભેટ

12 October, 2019 04:57 PM IST  |  Mahabalipuram

વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને આપી આ ખાસ ભેટ

શી જિનપિંગને ખાસ ભેટ(તસવીર સૌજન્યઃ ANI)

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તેમની ભારત મુલાકાતની યાદગીરી રૂપે વડાપ્રધાન મોદીએ ખાસ શાલ ભેટમાં આપી. આ શાલ પર તેમનું પોટ્રેટ બનેલું છે. જેને કોયબ્ટૂર જિલ્લાના શ્રીરામલિંગ સોવદંબીગઈ હેન્ડલૂમ વીવર્સ કો ઑપરેટિવ સોસાયટીના વણકરોએ તેયાર કરી છે. શાલને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તેના પર જિનપિંગની તસવીર જીવંત થઈ ગઈ છે.


બીજા દિવસે પણ વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ. તેઓ ફિશરમેન કોવ હોટેલમાં કલાકૃતિ અને હેન્ડલૂમના એક એક્ઝીબિશનમાં પણ જોડાયા. એ પહેલા થયેલી પ્રતિનિધિમંડળની વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે અમે મતભેદોનું વિવેકપૂર્ણ રીતે નિરાકરણ લાવીશું અને તેને વિવાદમાં નહીં બદલવા દઈએ. અમે અમારી ચિંતાઓ વિશે સંવેદનશીલ રહીશું અને વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે યોગદાન આપીશું.


જિનપિંગે અનુભવને ગણાવ્યા યાદગાર
આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે, વડાપ્રધાન મોદી ગઈકાલે જેમ તમે કહ્યું કે, તમે અને મે દ્વિપીક્ષીય સંબંધો પર મિત્રોની જેમ દિલથી વાત કરી. અમે તમારા આતિથ્યથી અભિભૂત થયા છીએ. મે અને મારા સાથીઓએ તેને દ્રઢતાથી અનુભવ કર્યો છે. આ અમારા માટે યાદગાર અનુભવ રહેશે.

આ પણ જુઓઃ ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

સંબંધોમાં નવી સ્થિરતા આવી
આ પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ચીન અને તમિલનાડુ રાજ્ય વચ્ચે ઉંડા સાંસ્કૃતિક અને વ્પાપારિક સંબંધો રહ્યા છે. ગયા વર્ષ વુહાનમાં ભારત અને ચીન વચ્ચેના પહેલા અનૌપચારિક શિખર સંમેલનથી અમારા સંબંધોમાં નવી સ્થિરતા આવી અને તેને નવી ગતિ મળી છે.

xi jinping narendra modi china