Mann ki Baat:પીએમ મોદીએ આ મહત્વના મુદ્દાઓ પર કરી વાત

30 June, 2019 01:26 PM IST  |  દિલ્હી

Mann ki Baat:પીએમ મોદીએ આ મહત્વના મુદ્દાઓ પર કરી વાત

વડાપ્રધાન મોદીએ પોતાની મન કી બાતમાં મહત્વના મુદ્દાઓ પર વાત કરી. પીએમ મોદીએ ખાસ કરીને જળ સંરક્ષણ, લોકસભાની ચૂંટણી સહિતના મહત્વના મુદ્દા અંગે વાત કરી. જેમાં પીએમ મોદીએ પાણી બચાવા પર ખાસ ભાર મુક્યો છે. જળ સંરક્ષણ અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું જે રીતે આપણે સ્વચ્છતાને જન આંદોલન બનાવ્યું છે, તેવી જ રીતે પાણી બચાવવાને પણ મૂવમેન્ટ આંદોલન બનાવી દઈએ. પીએમ મોદીએ દેશના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે,'આપણા દેશમાં પાણીના સંરક્ષણ માટે અનેક પારંપરિક પદ્ધતિઓ સદીઓથી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આપ સૌ પાસેથી જળ સંરક્ષણની તે પારંપરિક પદ્ધતિઓને એક બીજાને જણાવવાનો આગ્રહ કરું છું.'

વડાપ્રધાન મોદીએ જળ સંરક્ષણને આંદોલન બનાવવા માટે ખાસ હૅશ ટેગ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે,' જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી વ્યક્તિઓ, સ્વયં સેવી સંસ્થાઓ અને આ ક્ષેત્રમાં કામ કરનારી દરેક વ્યક્તિની, તેની જે જાણકારી છે, તેને તમે #JanShakti4JalShakti પર શેર કરો જેથી તેનો એક ડેટાબેઝ બનાવી શકાય.'

પાણી બચાવવા સિવાય પીએમ મોદીએ યોગના મુદ્દા પર મહત્વની વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે યોગ દિવસની સફળતા માટે હું બધાનો આભાર માનું છું. એક-એક પરિવારના ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢીઓ, એક સાથે આવીને યોગ દિવસને ઉજવ્યો.'

આ સિવાય પીએમ મોદીએ કટોકટી અને લોકશાહી વિશે પણ વાત કરી અને પુસ્તકો વાચંવા અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,'આપે સૌને મારો અનુરોધ છે- મહેરબાની કરી થોડો સમય વાંચવા માટે સમર્પિત કરે. હું આપ સૌને આગ્રહ કરું છું કે તમે નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર વાંચવામાં આવી રહેલા પુસ્તકો વિશે વાત કરો. આવો આપણે સૌ તે સારા પુસ્તકો પર ચર્ચા કરીએ જેને આપણે વાંચીએ છીએ અને આપણને તે પુસ્તક કેમ પસંદ છે તેના વિશે જણાવીએ.'

narendra modi mann ki baat