Mann ki Baat:PM મોદીએ પાણી બચાવવા માટે આપી ટીપ્સ

30 June, 2019 12:35 PM IST  |  દિલ્હી

Mann ki Baat:PM મોદીએ પાણી બચાવવા માટે આપી ટીપ્સ

બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ રવિવારે પીએમ મોદીએ પહેલી વખત મન કી બાત કરી. આ વખતે મન કી બાત દરમિયાન પીએમ મોદીએ મુખ્યત્વે જળસંરક્ષણની વાત કરી. મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ચૂંટણી દરમિયા આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો, તે દરમિયાન મેં મન કી બાતને ઘણી વાદ કરીશ. મેં ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે 3 થી 4 મહિના બાદ ફરી મળીશું, ત્યારે લોકોએ તેના પોતાની રીતે અર્થ કાઢ્યા હતા, પરંતુ મને આ વિશ્વાસ તમારી પાસેથી મળ્યો હતો.

આ મન કી બાત દરમિયાન પીએમ મોદીએ પોતાની કેદારનાથની મુલાકાત અંગે અને લોકોના પ્રશ્નો અંગે પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે,'મને ઘણાં લોકોએ પૂછ્યું કે તમે કેદારનાથ કેમ જતા રહ્યાં હતા? ચૂંટણીની વ્યસ્તતામાં હું જતો રહ્યો હતો. અનેક લોકોએ તેના રાજકીય અર્થ કાઢ્યા. પરંતુ હું ત્યારે મારી જાતને મળવા ગયો હતો. મન કી બાતના કારણે જે ખાલીપણું હતું તેને કેદારનાથની ખાલી ગુફાએ ભરવાની તક આપી'

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનો ખતરોઃ સેના-સરકાર અલર્ટ

તો પીએમ મોદીએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં થયેલા ભારે મતદાનનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે,'આ ચૂંટણીમાં લોકશાહીને મજબૂત કરવા માટે 61 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું. ચીનને છોડીએ તો ભારતમાં વિશ્વના કોઈ પણ દેશની વસ્તીથી વધુ લોકોએ મતદાન કર્યું. અર્ધસૈનિક દળોના લગભગ 3 લાખ સુરક્ષા કર્મચારીઓ અને રાજ્યોના 20 લાખ પોલીસ કર્મચારીઓએ પરિશ્રમ કર્યો. અરુણાચલ પ્રદેશના એક રિમોટ વિસ્તારમાં એક મહિલા મતદાતા માટે પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું. ચૂંટણી પંચના અધિકારીઓને ત્યાં પહોંચવા માટે બે દિવસ સુધીની યાત્રા કરવી પડી. ચૂંટણી પંચને અભિનંદન આપું છું અને ભારતના જાગરૂત મતદાતાઓને નમન કરું છું."

.

narendra modi mann ki baat national news