Maharashtra Crisis: ગવર્નર સાથે કૉંગ્રેસ-NCP અને શિવસેનાની બેઠક ટળી

16 November, 2019 05:39 PM IST  |  Mumbai Desk

Maharashtra Crisis: ગવર્નર સાથે કૉંગ્રેસ-NCP અને શિવસેનાની બેઠક ટળી

શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) અને કૉંગ્રેસ નેતાઓના એક સંયુક્ત પ્રતિનિધિમંડળની મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે થનારી બેઠક ટળી ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આગામી સૂચના મળવા સુધી આ મીટિંગ ટાળી દેવામાં આવી છે. આ મીટિંગ આજે સાંજે 4.30 વાગ્યે થવાની હતી.

આ પહેલા એક તરફ મુંબઇમાં આજે ભાજપની બેઠક થઈ. તો બીજી તરફ કૉંગ્રેસે દિલ્હીમાં બેઠક કરી. ભાજપની બેઠકમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટીના રાજ્ય પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલ પણ હાજર રહ્યા. કૉંગ્રેસ મહાસચિવો, સચિવો, રાજ્ય અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓની બેઠક થઈ.

મહારાષ્ટ્રના કૉંગ્રેસ નેતા રાજીવ સાતવે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર નિર્ણય આજે કૉંગ્રેસ પાર્ટીની બેઠક બાદ લેવામાં આવશે. સાતવે જણાવ્યું કે કૉંગ્રેસ, શિવસેના અને એનસીપીના નેતાઓએ મહારાષ્ટ્રમાં એક બેઠક કરી. મલ્લિકાર્જુન ખડગે સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મુલાકાત કરશે અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરસે. બેઠક બાદ સરકારના ગઠન વિશે નિર્ણય લેવામાં આવશે.

એનડીએની બેઠકમાં શિવસેના નહીં થાય સામેલ
સંસદના શીતકાલીન સત્ર પહેલા એનડીએની બેઠરમાં શિવસેના સામેલ નહીં થાય. સંજય રાઉતે આ વાત કહી છે. આ બેઠક દિલ્હીમાં થવાની છે.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

પવારે કહ્યું, "રાજ્યને આપશે સ્થિર સરકાર"
આ પહેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ (NCP) પ્રમુખ શરદ પવારે કહ્યું કે રાજ્યમાં 'મધ્યાવધિ' ચૂંટણીની કોઇ શક્યતા નથી. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં રાજ્યમાં એક સ્થિર સરકાર બનશે. શરદ પવારે શુક્રવારે અહીં એક સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કરતાં કહ્યું, "સરકાર બનાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. ટૂંક સમયમાં સરકાર બનશે. મધ્યાવધિ ચૂંટણીની કોઇ શક્યતા નથી. એક સ્થિર સરકાર બનાવવામાં આવશે જે 5 વર્ષ સુધી ચાલશે."

maharashtra indian politics national news