મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળે ટ્રાફિકના નવા નિયમોને લાગુ ન કર્યા

02 September, 2019 10:24 AM IST  | 

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળે ટ્રાફિકના નવા નિયમોને લાગુ ન કર્યા

દેશભરમાં આજથી ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છે, પરંતુ અનેક રાજ્યોએ આ નિયમોના વિરોધમાં કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળે ટ્રાફિકના નવા નિયમોને તેમના રાજ્યમાં લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે.

ત્રણેય રાજ્યોની સરકારોએ નવા નિયમોમાં દંડની રકમ ખૂબ વધુ હોવાનું જણાવી તેમના રાજ્યમાં નિયમ લાગુ કરવામાં નહીં આવે એમ સ્પષ્ટ જણાવી દીધું છે. તેમણે કહ્યું કે સરકાર આ નિયમોનું વિશ્લેષણ કરશે અને ત્યાર બાદ એને લાગુ કરવા પર નિર્ણય કરશે. ટ્રાફિકના નવા નિયમો મુજબ કામ કરવાનું હાલમાં કોઈ નોટિફિકેશન નથી.

આ પણ વાંચો: મૉલદીવ્ઝમાં કાશ્મીર મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને ઝાટકી નાખ્યું ભારતે


આ મુદ્દે લોકોમાં પહેલાં જાગૃતિ ફેલાવવાની જરૂર છે. મહત્ત્વનું છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કૉન્ગ્રેસની સરકાર છે, જ્યારે કે બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ સત્તામાં છે.

national news gujarati mid-day