મન કી બાત'માં બોલ્યા PM:નકારાત્મકતા ફેલાવવી સરળ છે

30 December, 2018 01:55 PM IST  | 

મન કી બાત'માં બોલ્યા PM:નકારાત્મકતા ફેલાવવી સરળ છે

PM નરેન્દ્ર મોદી દ્વારા વર્ષની છેલ્લી 'મન કી બાત'નું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષનાં છેલ્લી 'મન કી બાત' કાર્યક્રમનું સંબોધન કર્યું હતું. આ મન કી બાતનો 51મો એપિસોડ હતો. વડાપ્રધાને તેમના વકત્વ્ય દરમિયાન દેશવાસીઓ પાસેથી વિવિધ વિષયો પર વાત કરી હતી

PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,'વર્ષ 2018 પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે લોકો ગયા વર્ષની વાતો ચર્ચામાં કરી રહ્યા છે અને સાથે 2019નાં સંકલ્પની પણ લોકોમાં ચર્ચા છે. આપણે એવુ શું કરી શકીએ કે પોતાના જ જીવનમાં બદલાવ લાવી શકીએ અને સાથે સાથે દેશ,સમાજને આગળ વધારવામાં પણ આપણું યોગદાન આપી શકીએ.' આ સાથે વડાપ્રધાને દેશવાસીઓને કુંભ મેળાને લઈને પણ અપીલ કરી છે.'

PMએ કહ્યું હતું કે, ' આપણી સંસ્કૃતિમાં એવી વસ્તુઓની ભરમાર છે જેની પર આપણે ગર્વ કરી શકીએ. અને કુંભનો મેળો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મારો તમને આગ્રહ છે કે કુંભ મેળાની મુલાકાત લો અને તેની અલગ અલગ વિશેષતાઓને સોશિયલ મીડિયા પર શેર કરો જેના કારણે વધુને વધુ લોકો કુંભ મેળા તરફ આકર્ષાય અને અહીં આવવા તેમને પ્રેરણા મળે.'

આ યોજનાઓ વિશે આપી માહિતી
આયુષ્માન ભારત યોજના વિશે વાત કરતા પીએમએ કહ્યું હતું કે,' આયુષ્માન યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાની શરૂઆત 2018માં થઈ. દેશના દરેક ગામ સુધી વિજળી પહોંચી છે. વિશ્વની મોટી સંસ્થાઓએ પણ માન્યું છે કે ભારત રેકોર્ડ ગતિ સાથે ગરીબીને પાછળ મુકી રહ્યો છે. આ સિવાય દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભેટ પણ મળી છે. દેશને સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર ચેમ્પિયન ઓફ ધ એવોર્ડ પણ આ જ વર્ષે મળ્યો છે. ભારતે આ વર્ષે વેપાર ક્ષેત્રે પણ રેંકિગમાં સુઘારો થયો છે.'

ખેલાડીઓની ઉપલબ્ધીઓને પણ વખાણી
પીએમએ મન કી બાતમાં કાશ્મીરની કરાટે ચેમ્પિયન અનાયાની વાત કરતા તેને શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય બોક્સર રજની અને તેના પિતાના સંઘર્ષો વિશે અને કઈ પરિસ્થિતિઓમાં અહી પહોચી તે વિશે વાત પણ કરી હતી.

narendra modi bharatiya janata party all india radio