BJP એના 100 ઉમેદવારોની યાદી આજે જાહેર કરશે

16 March, 2019 07:21 AM IST  | 

BJP એના 100 ઉમેદવારોની યાદી આજે જાહેર કરશે

પીએમ મોદી સાથે અમિત શાંહ

BJP ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના 100 ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરે એવી ધારણા છે. જો અહેવાલોને સાચા માનવામાં આવે તો આજે પક્ષની ચૂંટણી કમિટીની મીટિંગ પછી ઉમેદવારોનાં નામોની જાહેરાત કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ પાર્ટીના વડા મથક પર મળનારી આ મીટિંગમાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત પક્ષના ટોચના નેતાઓ હાજર રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર BJP ચૂંટણી માટેની પ્રથમ યાદીમાં મહારાષ્ટ્રના ૧૮ ઉમેદવારોનાં નામની જાહેરાત કરશે. મહારાષ્ટ્રમાં BJP આ વખતે પચીસ બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ BJPએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે એ મહારાષ્ટ્રના એના સાથી પક્ષોને ગણતરીની સીટ આપશે. જોકે BJP મહારાષ્ટ્રમાં RPI (A), RSP, રાયત ક્રાન્તિ સંગઠન અને શિવસંગ્રામ સંગઠન એમ ચાર મુખ્ય પક્ષો સાથે જોડાણ ધરાવે છે.

બે-એક દિવસ પહેલાં BJPએ આગામી ચૂંટણી માટે નવા અને જૂના ચહેરાઓને સમાવી લઈને ૧૦ ઉમેદવારોનાં નામ ફાઇનલ કર્યાં હતાં.

બિહારમાં BJPની ચૂંટણી કમિટીએ એના રાજ્ય એકમના પ્રમુખ નિત્યાનંદ રાય, પ્રેમ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમારને ઉમેદવારો અને તેમની સીટ નક્કી કરવાની સત્તા આપી છે. બિહારમાં BJP ૪૦ સીટ ધરાવે છે. BJPની સહયોગી પાર્ટી થ્JDU ૧૭ સીટ પરથી, જ્યારે કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના વડપણ હેઠળની લોક જનશક્તિ પાર્ટી (LJP) છ સીટ પરથી ચૂંટણી લડશે.

NCPએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગુરુવારે એના ઉમેદવારોનાં નામ ધરાવતી પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પાર્ટીના વડા શરદ પવારની દીકરી સુપ્રિયા સુળેના નામનો સમાવેશ હતો. તે બારામતીથી ચૂંટણી લડશે. સુપ્રિયા સુળે ઉપરાંત ઉત્તર-પૂર્વ મુંબઈમાંથી સંજય દિના પાટીલ, થાણેથી આનંદ પરાંજપે, રાયગડથી સુનીલ તટકારે અને લક્ષદ્વીપમાંથી મોહમ્મદ ફૈઝલનાં નામો સમાવાયાં હતાં. આ ઉપરાંત BJPની યાદીમાં સ્વાભિમાની શેતકરી સંગઠનને એક સીટ ફાળવવામાં આવી હતી, જેણે હાતકણંગળેમાંથી ઉમેદવાર ઊભો કર્યો છે.

બુધવારે કૉન્ગ્રેસે એના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી, જેમાં ઉત્તર પ્રદેશના ૧૬ અને મહારાષ્ટ્રના પાંચ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. કૉન્ગ્રેસે પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના ૧૧ સહિત ૧૮ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

narendra modi amit shah bharatiya janata party Lok Sabha national news