લાલુ પ્રસાદ યાદવને આર્થરાઈટિસનું નિદાન, ચાલવામાં થઈ રહી છે તકલીફ

18 August, 2019 11:29 AM IST  |  બિહાર

લાલુ પ્રસાદ યાદવને આર્થરાઈટિસનું નિદાન, ચાલવામાં થઈ રહી છે તકલીફ

લાલુ પ્રસાદ યાદવ

લોકસભાની ચૂંટણી હાર્યા બાદ બિહારના મુખ્યપ્રધાન અને RJDના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની તબિયત ઠીક નથી રહેતી. ચારા કૌભાંડમાં સજા બોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવનને આર્થરાઈટિસનું નિદાન થયું છે. આર્થરાઈટિસને કારણે તે બરાબર ચાલી નથી શક્તા. રાજેન્દ્ર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં લાલુ પ્રસાદ યાદવની સારવાર ચાલી રહી છે. રિમ્સના ડોક્ટર ડી કે ઝાનું કહેવું છે કે લાલુ પ્રસાદ યાદવને અન્ય પણ કેટલીક બીમારી છે.

ડૉ. ડી. કે. ઝાનું કહેવું છે કે,'લાલુ પ્રસાદ યાદવને આર્થરાઈટિસ છે. જો કે અહીં ફરવા માટે પૂરતી જગ્યા નથી, જો કે તેમ છતાંય અમે તેમને ફરવા માટે કહીએ છીએ. તેમને અન્ય પણ કેટલીક બીમારીઓ છે.'

14 વર્ષની સજા કાપી રહ્યા છે લાલુ પ્રસાદ યાદવ

ઉલ્લેખનીય છે કે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ ચારા કૌભાંડ મામલે 14 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે. તબિયત સારી ન હોવાથી તે છેલ્લા એક વરષથી રિમ્સમાં સારવાર લઈ રહ્યા છે. 31 ઓગસ્ટે તેમને આ હોસ્પિટલમાં એક વર્ષ તઈ જશે.

આ પણ વાંચોઃ ભારતના જવાબી ફાયરિંગમાં પાક.ના 2 અધિકારી સહિત 5 સૈનિક ઠાર, ત્રણ ચોકી નેસ્તનાબૂદ

ડૉ. ડી. કે જાના કહેવા પ્રમાણે લાલુ પ્રસાદ યાદવ નિર્ધારિત ભોજન લઈ રહ્યા છે, તેમણે કોઈ વિશેષ માંગ નથી કરી. નિયમ પ્રમાણે દર શનિવારે લાલુ પ્રસાદ યાદવને હોસ્પિટલમાં ત્રણ લોકો મળી શકે છે. આ શનિવારે કેટલાક નજીકના સંબંધીઓ તેમને મળ્યા હતા.

lalu prasad yadav national news rashtriya janata dal