ભારતના જવાબી ફાયરિંગમાં પાક.ના 2 અધિકારી સહિત 5 સૈનિક ઠાર, ત્રણ ચોકી નેસ્તનાબૂદ

Published: Aug 18, 2019, 09:14 IST | જમ્મુ કાશ્મીર

જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ આખા વિશ્વમાં એકલી પડી ગયેલી પાકિસ્તાની સરકાર અને તેનું સૈન્ય અકળાયું છે.

જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ આખા વિશ્વમાં એકલી પડી ગયેલી પાકિસ્તાની સરકાર અને તેનું સૈન્ય અકળાયું છે. શનિવારે સવારે પાકિસ્તાની સૈન્યએ જમ્મુના રાજૌરી જિલ્લામાં આવેલા નૌશેરામાં અને પૂંછના મનકોટ સેક્ટરમાં ભારે ફાયરિંગ કર્યું હતું.

પાકિસ્તાનના આ ફાયરિંગમાં ભારતીય સૈન્યના એક લાન્સનાયક શહીદ થયા હતા. જો કે બાદમાં ભારતે જવાબી ફાયરિંગમાં પાકિસ્તાનની ત્રણ ચોકી તબાહ કરી નાખી છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાની સૈન્યના 2 અધિકારીઓ, પાંચ સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે. તેમ છતાં મોડી સાંજ સુધી એલઓસી પર ફાયરિંગ ચાલુ રહ્યું. જેને કારણે ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ યથાવત્ છે. ભારતીય સૈન્યના શહીદ લાન્સ નાયકની ઓળખ સંદીપ થાપા તરીકે થઈ છે, જેઓ ઉત્તરાખંડના છે.

રહેણાંક વિસ્તાર પર મોર્ટાર મારો

મળતી માહિતી પ્રમાણે શનિવારે સવારે પાકિસ્તાની સૈન્યએ અચાનક નૌશેરા સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. પાકિસ્તાની સૈન્યએ ભારતીય સૈન્યની ચોકીઓને નિશાન બનાવવાની સાથે સાથે રહેણાંક વિસ્તારો પર પણ મોર્ટાર મારો કર્યો હતો. આ દરમિયાન સરહદ પર તૈનાત લાન્સ નાયક સંદીપ થાપા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જો કે સારવાર દરમિયાન જ તે શહીદ થઈ ગયા.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય, ઈન્ટરનેટ સેવા શરૂ, હટાવાયા પ્રતિબંધ

ભારતનો જડબાતોડ જવાબ

બાદમાં ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી. જેમાં પાકિસ્તાની સૈન્યની ત્રણ ચોકી તબાહ થઈ ચૂકી છે. જ્યારે પાકિસ્તાની સૈન્યના 6થી7 જવાન મૃત્યુ પામ્યા હોવાની પણ માહિતી છે. મળતી માહિતી પ્રમાણેમાં આમાંથી 2 પાકિસ્તાની સૈન્યના અધિકારી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK