કુંભમેળો 2019: એક કરોડ સાત લાખ લોકોએ લગાવી આસ્થાની ડુબકી

15 January, 2019 03:07 PM IST  |  પ્રયાગરાજ

કુંભમેળો 2019: એક કરોડ સાત લાખ લોકોએ લગાવી આસ્થાની ડુબકી

કુંભમેળામાં શાહી સ્નાન

મકરસંક્રાંતિના પ્રસંગે શાહી સ્નાનની સાથે જ પ્રયાગરાજમાં કુંભનો શંખનાદ થઈ ગયો છે. ભયાનક ઠંડીમાં અલગ-અલગ અખાડાઓના સાધુઓ ગંગામાં ડુબકી લગાવી રહ્યા છે. દરેક તપસ્વીની એ જ ઇચ્છા હોય છે કે તેઓ ધર્મના સૌથી મોટા મેળામાં સંગમ તટ પર શાહી સ્નાનો હિસ્સો બને. એવામાં જ્યારે વર્ષો પછી આ મોકો આવ્યો છે તો અતિશય ઠંડીને પણ મ્હાત આપીને સંન્યાસીઓએ શાહી સ્નાન કર્યું. બપોરના 2 વાગ્યા સુધીમાં લગભગ એક કરોડ સાત લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણીમાં પુણ્યની ડ઼ુબકી લગાવી છે. 

સ્નાન માટે સંગમ તટ તરફ લોકોની ભીડ ઉમટી રહી છે. કુંભમેળાના અધિકારી વિજય કિરન આનંદે જણાવ્યું કે સંગમ સ્નાન રાતે લગભગ અઢી વાગે શુભ મહુરતથી જ શરૂ થઈ ગયું. અનુમાન છે કે સાંજ સુધીમાં લગભગ સવા કરોડ લોકો સ્નાન કરશે. 

સાધુસંતોનું સંગમ તટ પર શાહી સ્નાન

 

એકદમ ધૂમધામ સાથે શોભાયાત્રા કાઢીને નિરંજની અને આનંદ અખાડાના સાધુસંતોએ સંગમ તટ પર શાહી સ્નાન કર્યું. કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિને નિરંજની અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે. તેઓ પણ આ પાવન પર્વ પર કુંભના શંખનાદના સાક્ષી બન્યા.

40 લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણીમાં પુણ્ય ડુબકી લગાવી.

 

મંગળવારે સવારે 5 વાગ્યાથી શરૂ થયેલું શાહી સ્નાન આખો દિવસ ચાલુ રહેશે. સવારે સૌથી પહેલા 6.05 વાગ્યે મહાનિર્વાણીના સાધુ-સંતો પૂરા લાવલશ્કર સાથે શાહી સ્નાન કરવા માટે સંગમતટ પર પહોંચ્યા હતા. તેની સાથે જ અખાડાઓના સ્નાનક્રમનો પ્રારંભ થયો. તમામ અખાડાઓને વારાફરતી સ્નાન માટે 30 મિનિટથી 45 મિનિટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. 

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ પહેલા શાહી સ્નાનમાં ડુબકી લગાવવા માટે પ્રયાગરાજ પહોંચી હતી. 

 

સાધુસંતોની સાથે-સાથે સામાન્ય શ્રદ્ધાળુઓ પણ સંગમ સહિત અલગ-અલગ ઘાટ પર અડધી રાતથી સ્નાન કરી રહ્યા છે. કડક સુરક્ષા વચ્ચે ઘાટો પર નહાવાનો અને પૂજાપાઠનો સિલસિલો ચાલુ છે. પારો 10 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછો થયા પછી પણ મોટી સંખ્યામાં લોકો ડુબકી લગાવી રહ્યા છે. કિંવદંતીઓ પ્રમાણે, પહેલું શાહી સ્નાન સ્વર્ગનો દરવાજો ખોલે છે. 

kumbh mela national news