કર્ણાટકના ધારાસભ્યોની અરજી પર આજે સુપ્રીમ કૉર્ટમાં વધુ સુનાવણી

23 July, 2019 09:13 AM IST  |  નવી દિલ્હી

કર્ણાટકના ધારાસભ્યોની અરજી પર આજે સુપ્રીમ કૉર્ટમાં વધુ સુનાવણી

બૅન્ગલોરમાં વિધાનસભાના સત્ર દરમ્યાન કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી.

કર્ણાટકમાં તાત્કાલિક ધોરણે ફ્લોર ટેસ્ટની માગ વાળી બે અપક્ષ ધારાસભ્યોની અપીલ પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. અપક્ષ ધારાસભ્યોની અપીલ પર કોર્ટ મંગળવારે ચુકાદો સંભળાવશે. આ દરમિયાન ફ્લોક ટેસ્ટ અગાઉ થોડા સમય પહેલા સ્પીકર કે.આર. રમેશ કુમારે ૧૪ બળવાખોર ધારાસભ્યોને વિધાનસભામાં તેમની સભ્યતા રદ કરવામાં ન આવે તેનું કારણ જણાવવા માટે સ્પષ્ટતા નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય ત્યાં સુધી આ મામલે ચર્ચા ચાલુ રાખવાની કોશિશ કરી શકે છે. ૉ

આ પણ વાંચો: ક્રુડ ઓઇલના ભાવમાં થયો વધારો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડાકાની શક્યતા

કર્ણાટકમાં સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે પરંતુ આ પહેલાં કર્ણાટકના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારે કહ્યું કે સરકાર બચાવવા માટે જેડી (એસ) કોઈ પણ ત્યાગ માટે તૈયાર છે. એટલું જ નહીં એચ.ડી. કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી કોઈને પણ મુખ્યમંત્રી બનાવવા માટે પણ તૈયાર છે. શિવકુમારના જણાવ્યા મુજબ આ અંગે અમારા હાઈકમાન્ડને પણ જાણ કરી દીધી છે. વિશ્વાસ મત પર વોટિંગ પહેલાં શિવકુમારનું આ નિવેદનથી શું સરકારને બચાવી શકાશે.

karnataka supreme court