Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ક્રુડ ઓઇલના ભાવમાં થયો વધારો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડાકાની શક્યતા

ક્રુડ ઓઇલના ભાવમાં થયો વધારો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડાકાની શક્યતા

22 July, 2019 09:43 PM IST | Dubai

ક્રુડ ઓઇલના ભાવમાં થયો વધારો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડાકાની શક્યતા

ક્રુડ ઓઇલના ભાવમાં થયો વધારો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડાકાની શક્યતા


Dubai : આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે ક્રુડના ભાવમાં 2% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જેની પાછળ ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલ તણાવ જવાબદાર માનવામાં આવે છે. ઇરાને બ્રિટિશ ટેંકર જપ્ત કરી લેતા માહોલ તણાવ ભર્યો બન્યો છે. આ કારણથી ક્રુડ ઓઇલના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ ઉછાળો જોવા મળ્યો છે. જો કે સ્થાનિક તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં થયેલા વધારાથી ભારતીય વાયદા બજારમાં પણ કાચા તેલનાં ભાવમાં આશરે 2.5 ટકાનો ઉછાળો આવ્યો છે.

મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર કાચા તેલ ઓગષ્ટ વાયદામાં અચાનક 15.35 વાગ્યે 93 રૂપિયા એટલે કે 2.43 ટકાના ઉછાળા સાથે 3921 રૂપિયા પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો, જ્યારે આ અગાઉ ભાવ 3943 રૂપિયા પ્રતિ બેરલ  સુધી ઉછળ્યો.બીજી તરફ આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકાંટિનેંટલ એક્સચેંજ (ICE) પર બ્રેંટ ક્રૂડના સપ્ટેમ્બરના વાયદામાં 2.11 ટકાના વધારા સાથે 63.79 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો.

આ પણ જુઓ : Chandrayaan 2 પર જુઓ આ મજેદાર મીમ્સ

આ અગાઉ બ્રેંટ ક્રુડનો ભાવ 64.02 ડોલર પ્રતિબેરલ જેટલો ઉછાળ્યો હતો. બીજી તરફ ન્યૂયોર્ક મર્ટે ટાઇલ એક્સચેન્જ પર અમેરિકી લાઇટ ક્રુડ વેસ્ટ ટેક્સાસ ઇંટર મીડિએટનાં ઓગષ્ટ ડિલીવરી કોન્ટ્રાક્ટમાં 1.78 ટકાનાં તેજી સાથે 56.62 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો છે. જ્યારે આ અગાઉ ડબલ્યુટીઆઇનો ભાવ 57.02 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 09:43 PM IST | Dubai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK