વિદેશ જઈ રહેલા શાહ ફૈસલની દિલ્હી ઍરપોર્ટ પર અટકાયત

15 August, 2019 03:27 PM IST  |  નવી દિલ્હી

વિદેશ જઈ રહેલા શાહ ફૈસલની દિલ્હી ઍરપોર્ટ પર અટકાયત

શાહ ફૈસલ

ભૂતપૂર્વ આઇએએસ અધિકારી અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ શાહ ફૈઝલની બુધવારે દિલ્હી ઍરપોર્ટ પર અટકાયત કરી લેવામાં આવી હતી. તેઓ વિદેશ જઈ રહ્યા હતા. પોલીસ અટકાયત બાદ તેમને પરત કાશ્મીર મોકલી દીધા હતા. કાશ્મીર ખાતે આવેલા ઘરે તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ શાહ સતત વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યાં હતાં. શાહે બુધવારે કહ્યું હતું કે કાશ્મીરને લઈને અમારી પાસે બે સસ્તા છે. કાશ્મીર કઠપૂતળી બને અથવા અલગાવવાદી બને. આ સિવાય કોઈ વિકલ્પ નથી. ગત વર્ષે ફૈઝલે એક ટ‌્વીટ કરીને કહ્યું હતું કે ‘હું કલમ ૩૫-એની સરખામણી નિકાહનામા સાથે કરીશ. તમે તેને ખતમ કરો છો તો સંબંધ ખતમ થઈ જાય છે. તેના પછી ચર્ચા માટે કંઈ જ બાકી નથી રહેતું.’

આ પણ વાંચો : PM મોદીને રાખડી બાંધવા પહોંચી 'પાકિસ્તાની બહેન', કહ્યું ભાઈને મળવું જોઈએ નોબલ પ્રાઈઝ

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનું વિલય ભારતમાં બંધારણ લાગુ થયા પહેલાં થયું હતું. તેમણે કહ્યું, જે લોકો એવું કહે છે કે વિલય અત્યારે પણ કાયમ છે, તે લોકો એવું ભૂલી જાય છે કે વિલય ‘રોકા’ની જેમ હતું, કારણ કે એ સમયે સંવિધાન લાગુ ન હતું. જો નિકાહનામાને ખતમ કરી દેવામાં આવે તો શું ત્યારે પણ ‘રોકા’ બે લોકોને બંધનમાં રાખી શકે.

delhi airport national news