કર-નાટકઃ બળવાખોર ધારાસભ્યો મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે

17 July, 2019 08:48 AM IST  |  નવી દિલ્હી

કર-નાટકઃ બળવાખોર ધારાસભ્યો મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે

સુપ્રીમ કોર્ટ

કર્ણાટકમાં કૉન્ગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારને બચાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે આજે બળવાખોર ધારાસભ્યોએ કરેલી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. તેમ જ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ બળવાખોર ધારાસભ્યોને સવાલો કર્યા હતા.

બાગી ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે અમે એ નક્કી ન કરી શકીએ કે સ્પીકરે રાજીનામું સ્વીકાર કરવું જોઈએ કે નહીં, અમે માત્ર એ જોઈ શકીએ છીએ કે બંધારણીય રીતે સ્પીકર પહેલા કયા મુદ્દા પર નિર્ણય લઈ શકે છે.

સુપ્રીમ કોર્ટમાં કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની અરજી અંગે સુનાવણી કરવામાં આવી. જોકે, આ મામલે સુપ્રીમ આવતી કાલે મહત્ત્વનો ચુકાદો આપશે. કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, સ્પીકર ધારાસભ્યોનાં રાજીનામાં સ્વીકારતાં નથી. સીજેઆઈએ જણાવ્યું કે, સ્પીકરે શું કરવું તે કોર્ટ નહીં નક્કી કરે. અને સીજેઆઈએ કોર્ટમાં ધારાસભ્યોને પોતે આપેલા રાજીનામાની તારીખ પૂછી હતી. તેના જવાબમાં મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યોએ ૬ જુલાઈએ રાજીનામાં આપ્યાં. તેમ છતાં તેમને અયોગ્ય ગણાવીને સ્વીકારવામાં આવતા નથી.

આ પણ વાંચો : સુઝલોન એનર્જી 1200 કરોડ ન ચુકવી શકતા ડિફોલ્ટ જાહેર થઇ

બીજી તરફ સામે પક્ષે કૉન્ગ્રેસના પક્ષમાં વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, સ્પીકરને ધારાસભ્યોનાં રાજીનામાં માટે સમય મળવો જોઈએ. કોર્ટમાં કર્ણાટકના સીએમ કુમારસ્વામીની પેરવી રાજીવ ધવને કરી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં સ્પીકરની આંખમાં ધૂળ નાખી ૧૧ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આમ કરીને કર્ણાટકમાં સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

supreme court national news karnataka