‘કર-નાટક’: બાગી ધારાસભ્યો ‘સુપ્રીમ’ના શરણે, આજે સુનાવણી

11 July, 2019 08:39 AM IST  |  મુંબઈ/બૅન્ગલોર

‘કર-નાટક’: બાગી ધારાસભ્યો ‘સુપ્રીમ’ના શરણે, આજે સુનાવણી

ગઈ કાલે બૅન્ગલોરમાં યોજાયેલા વિરોધપ્રદર્શનમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, દેવ ગૌડા અને કૉન્ગ્રેસના નેતા ગુલામનબી આઝાદ.

કર્ણાટકમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. રાજીનામું સ્વીકાર ન થતાં કૉન્ગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમણે સ્પીકર પર આરોપ લગાવ્યો છે કે તેઓ જાણી જોઈને વાર કરી રહ્યા છે. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે રમેશ કુમાર તેમનાં બંધારણીય કર્તવ્યોનું પાલન નથી કરી રહ્યાં. તેઓ જાણી જોઈને રાજીનામું સ્વીકારવામાં વાર કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી ગુરુવારે કરે એવી શક્યતા છે.

બીજી તરફ બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી. કર્ણાટક કમઠાણનું કેન્દ્ર હવે મુંબઈ બની ગયું છે.

બીજી બાજુ જેડીએસ દ્વારા પણ બૅન્ગલોરમાં વિરોધપ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વિરોધપ્રદર્શનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવે ગૌડા પણ હાજર હતા. વિરોધપ્રદર્શનના આ કાર્યક્રમમાં કૉન્ગ્રેસના નેતા ગુલામનબી આઝાદ, સિદ્ધારમૈયા અને કે.સી. વેણુગોપાલ પણ સામેલ થયા હતા. પોલીસે વિરોધપ્રદર્શન કરી રહેલા આ નેતાઓને અટકમાં લઈ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા સ્પીકર રમેશ કુમારે મંગળવારે ૧૩માથી ૮ ધારાસભ્યોનાં રાજીનામાંનો સ્વીકાર કર્યો નથી. તેમણે કહ્યું કે ૧૩માથી ૮ રાજીનામાં કાયદાકીય રીતે સાચાં નથી.

હું બંધારણ અંતર્ગત કામ કરીશ. જે પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં યોગ્ય છે તેમાંથી ૩ ધારાસભ્યોને ૧૨ જુલાઈ અને ૨ ધારાસભ્યોને ૧૫ જુલાઈએ મળવાનો સમય આપવામાં આવ્યો છે.

શિવકુમાર બાગી ધારાસભ્યોને મળવા પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)આ ડ્રામાની પાછળ છે, પરંતુ તેમના માટે હું એકલો જ કાફી છું.

આ પણ વાંચો : ઉત્તરાખંડના બીજેપી ધારાસભ્યે શરાબના નશામાં ચાર-ચાર ગન સાથે ડાન્સ કર્યો

ડીકે શિવકુમારે કહ્યું કે અહીં હું એકલો જ આવ્યો છું, મને કોઈના સપોર્ટની જરૂર નથી. દરેક લોકો જાણે છે કે આની પાછળ બીજેપી છે, પરંતુ બીજેપી માટે તેઓ એકલા જ કાફી છે. તેમણે કહ્યું કે તમામ ધારાસભ્ય મારા સંપર્કમાં છે, પરંતુ આ અંગે હું બૅન્ગલોરમાં જ વાત કરીશ.

national news karnataka supreme court