કમલેશ તિવારીને ચાકુના સતત 15 ઘા મારી, ગોળી ધરબી દીધીઃ પીએમ રિપોર્ટ

24 October, 2019 03:02 PM IST  |  અમદાવાદ

કમલેશ તિવારીને ચાકુના સતત 15 ઘા મારી, ગોળી ધરબી દીધીઃ પીએમ રિપોર્ટ

કમલેશ તિવારી

ઉત્તર પ્રદેશ પોલીસે કમલેશ તિવારી હત્યાકાંડમાં ઉપયોગમાં લેવાયેલું ચાકુ બે દિવસ પહેલા શોધી કાઢ્યું હતું. કમલેશ તિવારીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેમની પર ૧૫ વાર ચાકુઓના ઘા કરવામાં આવ્યા અને એક ગાળી મારવામાં આવી. આ રિપોર્ટમાં ગળું કાપવાના બે ઊંડા ઘાની વાત પણ કહેવામાં આવી છે. ૧૫ વાર ચાકુથી ઘા માત્ર ૧૦ સેન્ટીમીટરની અંદર જડબાથી લઈને છાતી સુધી મારવામાં આવ્યા છે.

નોંધનીય છે કે કમલેશ તિવારીની છાતી, જડબા પર ચાકુઓથી અનેક વાર કર્યા બાદ ગળું પણ કાપવામાં આવ્યું. સાથોસાથ પીઠ પર પણ ચાકુના ઘાના નિશાન મળ્યા છે. તેમના ચહેરા પર એક ગોળી મારવામાં આવી છે. માથાની પાછળના ભાગમાં ૩૨ બોરની એક ગોળી ફસાયેલી મળી.

ગત શનિવારે લખનઉ પોલીસે કૈસરબાગની હોટલ ખાલસામાંથી બંને આરોપીઓના કપડા જપ્ત કર્યા હતા. તે દિવસે સાંજે પોલીસે હત્યામાં ઉપયોગ કરાયેલા ચાકુ પણ શોધી કાઢ્યું હતું. રવિવારે ગુજરાત એટીએસે ખુલાસો કર્યો હતો કે હત્યાના આરોપી અશફાક ફેસબુક પર રોહિત સોલંકી નામનું એક નકલી આઈડી બનાવીને કમલેશ તિવારી સાથે ચેટ કરતો હતો. રોહિત સોલંકીના નકલી આઈડીના સહારે જ અશફાક કમલેશ તિવારી સાથે જોડાયો હતો. કમલેશ તિવારીની પાર્ટીમાં સામેલ થવાના બહાને તેઓ તેમને મળવા આવ્યા હતા.

આ પણ વાંચો : સોનિયા ગાંધી 25 ઓક્ટોબરે સીનિયર નેતાઓને મળી NRC પર કરશે ચર્ચા

ઉલ્લેખનીય છે કે હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની ગત શુક્રવારે લખનઉ સ્થિત તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. લખનઉ પોલીસે રવિવારે નાકા વિસ્તારની એક હોટલમાંથી લોહીથી ખરડાયેલા ભગવા કપડાં જપ્ત કર્યા હતા. જોકે, હત્યાના પાંચ દિવસ બાદ પણ કમલેશ તિવારીના હત્યારા ગુજરાત-રાજસ્થાન શામળાજી બોર્ડરથી ઝડપાયા હતા.

lucknow national news