સોનિયા ગાંધી 25 ઓક્ટોબરે સીનિયર નેતાઓને મળી NRC પર કરશે ચર્ચા

Published: Oct 24, 2019, 11:15 IST | New Delhi

સોનિયા ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ એક્ટિવ મોડ પર જોવા મળી રહ્યા છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 25 ઓક્ટોબરના રોજ પાર્ટીના સીનિયર નેતાઓને મળશે.

સોનિયા ગાંધી (PC : PTI)
સોનિયા ગાંધી (PC : PTI)

New Delhi : સોનિયા ગાંધી ફરી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ એક્ટિવ મોડ પર જોવા મળી રહ્યા છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 25 ઓક્ટોબરના રોજ પાર્ટીના સીનિયર નેતાઓને મળશે. જેનો મુખ્યો મુદ્દો નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) છે અને તેના પર ગંભીરતાથી વિચાર કરશે. મળી રહેલ માહિતી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ એનઆરસી મામલે પાર્ટીની એક લાઈન નક્કી કરવા માંગે છે.

RSS એ હાલમાં જ NRC ને દેશભરમાં લાગુ કરવાની માંગ કરી હતી
મહત્વનું છે કે હાલમાં જ આરએસએસએ સમગ્ર દેશમાં એનઆરસીને લાગુ કરવાની માંગણી કરી હતી. સંઘનું કહેવું છે કે, આ પદ્ધતિથી જ દેશમાંથી ઘૂસણખોરોને બહાર કરી શકાશે. એવું માનવામાં આવે છે કે, આ નિવેદન આવ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષે આ મામલે પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.


ચુંટણી બાદ દેશમાં રાજકીય મુદ્રા પર સોનિયા ગાંઘીની મહત્વની બેઠક યોજશે
મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી પછીની સ્થિતિ અને અન્ય રાજકીય મુદ્દા પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 17 સભ્યોની પેનલ બનાવી છે. ગુરુવારે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી આ વિશે પહેલી બેઠક થવાની છે. આ પેનલનું નેતૃત્વ સોનિયા ગાંધી કરશે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

પ્રિયંકા ગાંધી વાડ્રા આ ગ્રૂપમાં સામેલ નથી
કોંગ્રેસની આ પેનલમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અહમદ પટેલ, ગુલામનબી આઝાદ, એકે એંટની, મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા, જયરામ રમેશ, અંબિકા સોની, કપિલ સિબ્બલ, કેસી વેણુગોપાલ અને અધીર રંજન ચૌધરીને સભ્યો બનાવવામાં આવ્યા છે. પેનલમાં રણદીપ સિંહ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજીવ સાટવ અને સુષ્મિતા દેવ જેવા યુવા નેતા પણ સામેલ છે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે એઆઈસીસી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આ પેનલમાં સામેલ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK