એક સમયે મમતાના વિરોધી હતા રાજીવકુમાર, જાણો કેવી રીતે બન્યા ખાસ ?

09 February, 2019 01:12 PM IST  | 

એક સમયે મમતાના વિરોધી હતા રાજીવકુમાર, જાણો કેવી રીતે બન્યા ખાસ ?

રાજીવકુમાર ગણાય છે મમતા બેનર્જીના ખાસ (તસવીર સૌજન્યઃPTI)

એક પોલીસ કમિશનરનો પક્ષ લઈને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા. કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર મમતા બેનર્જીના ખાસ વ્યક્તિ ગણાય છે. પરંતુ કેટલાક વર્ષો પાછળ જઈએ તો આ રાજીવકુમાર એક સમયે મમતા બેનર્જીના વિરોધી ગણાતા હતા.

મૂળ યુપીના છે રાજીવકુમાર

જો કે એક વિરોધી વ્યક્તિ કેવી રીતે દીદીના ખાસ બની ગયા તે સ્ટોરી અને ઘટનાક્રમ રસપ્રદ છે. તેના માટે ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે. રાજીવકુમાર યુપી કેડરના 1989ની બેચના IPS અધિકારી છે. હાલ કોલકાતાના કમિશનર મૂળ ઉત્તરપ્રદેશના ચંદોસીના રહેવાસી છે. રાજીવકુમાર ચંદોસીની એસ. એમ. કોલેજમાંથી અભ્યાસ કરી ચૂક્યા છે, તેમના પિતા આનંદકુમાર પણ આ જ કોલેજમાં પ્રોફેસર હતા. તેમના પત્ની પણ IRS ઓફિસર છે.

મમતા બેનર્જીના હતા વિરોધી

20 મે, 2011માં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના સીએમ બન્યા, ત્યારે પરિસ્થિતિ અત્યાર કરતા વિપરિત હતી. સીએમ તરીકે તેમને કોલકાતાના પોલીસ કમિશનર પર રતિભારનો વિશ્વાસ નહોતો. કારણ હતું, રાજીવકુમારા વિશેનો રિપોર્ટ. મમતા બેનર્જીને રાજીવ કુમાર વિશેની જે માહિતી હતી, તેના કારણે મમતા તેમને નાપસંદ કરતા હતા. સત્તા પર આવતા પહેલા દીદી રાજીવકુમાર પર વિપક્ષના નેતાઓની જાસૂસીનો પણ આરોપ લગાવી ચૂક્યા છે. સીએમ તરીકે મમતા બેનર્જી રાજીવકુમારની ફાલતુ પોસ્ટ પર બદલી કરાવવા ઈચ્છતા હતા.

મમતા માને છે રાજીવકુમારની સલાહ

જો કે છેલ્લા 8 વર્ષમાં પરિસ્થિતિ તદ્દન ઉલટી થઈ ગઈ છે. અને રાજીવકુમાર મમતાના અણગમતામાંથી માનીતા બની ચૂક્યા છે. રાજીવકુમારે મમતા બેનર્જીના ચીંધેલા કામ એવી રીતે પાર પાડ્યા કે મમતાએ તેમને વિઝનરી પોલીસ ઓફિસરનું બિરુદ આપી દીધું. હાલ સ્થિતિ એવી છે કે મમતા બેનર્જી રાજીવકુમારની સલાહ લે છે અને માને પણ છે. એટલે જ તેમને કોલકાતાના પોલીસ કમિશનર બનાવાયા છે.

આ પણ વાંચોઃ શારદા ચિટ ફંડ: રાજીવ કુમાર પહોંચ્યા શિલોંગની સીબીઆઈ ઓફીસ

શું છે આરોપ ?

શારદા અને રોઝવેલ ચિટ ફંડ કેસ બંગાળના સૌથી ચકચારી કેસ છે. જેમાં રાજ્યના કેટલાક વર્ચસ્વ ધરાવતા લોકો સંડોવાયેલા હોવાના આરોલ પાગી ચૂક્યા છે. 2013માં રાજ્ય સરકારે આ કેસની તપાસ માટે SITની રચના કરી હતી, જેની જવાબદારી રાજીવકુમારને સોંપાઈ હતી. જો કે CBIનો આરોપ છે કે રાજીવકુમારે રાજ્ય સરકારને બચાવવા માટે કૌભાંડના પુરાવાઓ નષ્ટ કરી નાખ્યા. કહેવાય છે કે આ કૌભાંડો અંગેની મહત્વની ફાઈલો અને કાગળિયા ગાયબ છે. અને તેની પાછળ રાજીવકુમારનો હાથ છે. 

kolkata news national news mamata banerjee