જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વિટર પ્રૉફાઇલ અંગે વાયરલ પોસ્ટની જાણો હકીકત

06 June, 2020 05:00 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વિટર પ્રૉફાઇલ અંગે વાયરલ પોસ્ટની જાણો હકીકત

જ્યોતિરાદિત્ય સિંધિયા

કૉંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા શું હવે ભારતીય જનતા પાર્ટી છોડવાના છે? સોશિયલ મીડિયા પર જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વિટર હેન્ડલનો સ્ક્રીનશૉટ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની પ્રૉફાઇલમાંથી 'બીજેપી નેતા' શબ્દે ખસેડી લીધો છે.

જ્યાર આ સમાચારની તપાસ કરવામાં આવી તો જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વિટર પ્રૉફાઇલ બદલવાના સમાચાર ખોટાં સાબિત થયા. વાયરલ પોસ્ટમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર પ્રૉફાઇલ પરથી 'બીજેપી નેતા' ખસેડી લીધું છે. જો કે, હકીકત એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ક્યારેય પોતાની ટ્વિટર પ્રૉફાઇલમાં બીજેપી નેતા લખ્યું જ નહોતું. એટલું જ નહીં, તે જ્યારે કૉંગ્રેસ પાર્ટીમાં હતા, ત્યારે પણ ક્યારેય 'કૉંગ્રેસ નેતા' એવું લખ્યું નહોતું. આ જ બાબતની પુષ્ટિ જ્યોતિરાદિત્યના પ્રશંસકોએ પણ કરી છે, જેને તેમણે પોતે આ રીટ્વીટ પણ કર્યું છે.

જ્યોતિરાદિત્ય દ્વારા કરવામાં આવેલું રીટ્વીટ

ત્યાર બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુ એક ટ્વીટ કરીને બધાંના ભ્રમ દૂર કરી દીધા અને તેમની ભાજપ છોડવાની અફવા પર પૂર્ણવિરામ મૂકી દીધો.

નોંધનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આ વર્ષે કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે. સિંધિયા સાથે તેમના 22 સમર્થક વિધેયકોએ પણ રાજીનામું આપીને ભાજપમાં સામેલ થયા હતા. આ વિધેયકોના રાજીનામાં બાદ કમલનાથના નેતૃત્વવાળી કૉંગ્રેસ સરકાર પડી ગઈ હતી. કૉંગ્રેસની આ 22 વિધેયકોના રાજીનામાંને કારણે ખાલી થયેલી સીટ સહિત 24 વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી થવાની છે.

આ છે વાયરલ સ્ક્રીનશૉટ

આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાની ભાજપ છોડવાની ચર્ચા ખૂબ જ ચોંકાવનારી હતી, કારણકે જો તે ભાજપ છોડે તો તેમના સમર્થક વિધેયકો પણ તેમની સાથે જાય અને મધ્યપ્રદેશમાં ફરી એક રાજનૈતિક સંકટ ઉભું થઈ ગયું હોત. જો કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ હવે પોતે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધો છે.

jyotiraditya scindia national news congress bharatiya janata party