કુંભમાં રામમંદિરનું રાજકારણ: જો રામ કી બાત કરેગા, દેશ પર વહી રાજ કરેગા

16 January, 2019 07:35 AM IST  | 

કુંભમાં રામમંદિરનું રાજકારણ: જો રામ કી બાત કરેગા, દેશ પર વહી રાજ કરેગા

કુંભમેળામાં શાહી સ્નાન : અલાહાબાદમાં શરૂ થયેલા કુંભમેળામાં મકરસંક્રાન્તિના પ્રથમ શાહી સ્નાન માટે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ ખાતે ઊમટેલો માનવમહેરામણ. સાધુઓએ પૂર્ણરૂપે પ્રથમ શાહી સ્નાનને માણ્યું હતું. સદીઓથી ઊજવાતા કુંભમેળાનો આરંભ મકરસંક્રાન્તિએ અને પૂર્ણાહુર્તિ મહાશિવરાત્રિએ નિર્ધારિત છે.

 દેશના અંતરિયાળ ભાગો અને વિદેશોથી આવતા શ્રદ્ધાળુઓને કુંભમેળામાં રાજકારણના પવનો પણ અનુભવવા મળે છે. મુખ્યત્વે રામમંદિરના મુદ્દે સૂત્રો વાંચવા મળે છે. જાણકારો માને છે કે આ વખતે BJPનો દિલ્હીમાં સત્તા પ્રાપ્ત કરવાનો માર્ગ અલાહાબાદથી પસાર થશે.

અલાહાબાદ શહેરની હિન્દુત્વની ઓળખ જાળવવા અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અલાહબાદનું નામ બદલીને ‘પ્રયાગરાજ’ કરવામાં આવ્યું છે. લોકસભાની આગામી ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો મહત્વપૂર્ણ બનશે. કુંભમેળામાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં પોસ્ટર્સ અને બૅનર્સ અને એમાં પણ ખાસ કરીને રાજકીય પ્રકારનાં સૂત્રો લખેલા પોસ્ટર્સ અને બૅનર્સ જોવા મળે છે. ‘જો રામ કી બાત કરેગા, વહી દેશ પર રાજ કરેગા’ અને ‘રામ લલા હમ આએંગે, સંસદ મેં કાનૂન બનાએંગે’ જેવાં સૂત્રો લખેલાં પોસ્ટર્સ અને બૅનર્સ ખાસ ધ્યાન ખેંચે છે.

આ પણ વાંચો : તસવીરોમાં જુઓ દિવ્ય-ભવ્ય કુંભનો નજારો

BJPનાં કાર્યકરોએ કહ્યું હતું કે ‘કુંભમેળો, BJP અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી એ પોસ્ટર્સ અને બૅનર્સમાં વિશેષરૂપે છવાયાં છે. આ કુંભમેળો વિશેષ ખર્ચાળ છે. આ વખતે કુંભમેળામાં માળખાકીય સુવિધાઓ અને પ્રચાર સહિત વિવિધ બાબતોમાં ૪૨૦૦ કરોડ રૂપિયાથી વધારે ખર્ચાયા છે. ૨૦૧૩ના કુંભમેળામાં એનાથી એક-તૃતીયાંશ ખર્ચ થયો હતો.

national news narendra modi yogi adityanath kumbh mela