પહેલા કર્યું શિવ તાંડવ, પછી માસીને 12 વાર ત્રિશુલ મારી ચડાવી બલિ

08 July, 2019 06:31 PM IST  |  ઝારખંડ

પહેલા કર્યું શિવ તાંડવ, પછી માસીને 12 વાર ત્રિશુલ મારી ચડાવી બલિ

21મી સદીમાં પણ કેટલાક લોકોને તંત્ર મંત્ર પર એટલો વિશ્વાસ છે કે તેના માટે તેઓ કોઈની હત્યા કરતા પણ નથી અચકાતા. તાજેતરમાં જ આવો એક કિસ્સો ઝારખંડના ચાઈબાસામાં સામે આવ્યો છે. જ્યાં એક ભણેલી યુવતીએ પહેલા તંત્ર મંત્ર અને સાધના કરી પછી શિવ તાંડવ કરતા કરતા પોતાની જ માસી પર ત્રિશુલથી 12 વાર હુમલો કર્યો. આ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પોલીસે યુવતીની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે ચાઈબાસા શહેરને અડીને આવેલા પાતાહાતૂ ગામમાં આદિવાસી અને બિન આદિવાસી સમુદાયના લોકો લગભગ સરખી સંખ્યામાં વસે છે. શહેરથી નજીક હોવાને કારણે આ ગામમાં ભણેલા અને જાગૃત લોકોની સંખ્યા મોટી છે, તો ગામમાં પછાત અને અંધ વિશ્વાસ તેમજ તંત્ર મંત્રની સાધનામાં વિશ્વાસ કરતા લોકોની પણ કોઈ કમી નથી. આવી જ એક અંધશ્રદ્ધામાં એક યુવતીએ પોતાની માસીને મોતને ઘાટ ઉતારી દીધી. ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરી ચૂકેલી સુનીતા ગોપ નામની મહિલા બાળકની ઈચ્છામાં શિવ ભક્તિમાં એટલી ડૂબી ગઈ કે તેને ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે તેણે પોતાની માસીની હત્યા કરી નાખી.

શિવ ભક્તિ કરતા કરતા સુનિતા પોતાની જાતને તાંત્રિક સમજવા લાગી હતી. તે પોતાના ઘરમાં જ શિવલિંગ સ્થાપિત કરીને પૂજા પાઠ કરતી હતી. તે લોકોને કહ્યા કરતી હતી કે તેના પર ભગવાનની કૃપા છે, તેનું રૂપ જોઈને ગામના લોકો અને સગાસંબંધીઓ સહિતના લોકો પોતાનું દુઃખ દર્દ લઈને તેને રજૂઆત કરતા હતા. આ જ રીતે તેની સગી માસી પોતાના પગના દર્દનો ઉકેલ શોધવા માટે સુનીતાના ઘરે પહોંચી હતી. પૂજા પાઠ બાદ અચાનક સુનીતાના મગજ પર એટલો ગુસ્સો સવાર થયો કે તે શિવલિંગ પાસેથી ત્રિશુલ કાઢીને તાંડવ કરવા લાગી અને અચાનક જ માસી પર ત્રિશુલથી 12 વાર હુમલો કરી દીધો. જેનાથી તેની માસીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

આ પણ વાંચોઃ મિત્રએ ગળે મળવાની પાડી ના, તો મારી દીધું ચપ્પુ

ઘટનાની માહિતી મળ્યા બાદ ચાઈબાસા મુફ્ફિસલ પોલીસ સ્ટેશનની પોલીસે સુનીતાના ઘરે પહોંચીને તેની ધરપકડ કરી લીધી. પોલીસે ઘટનાસ્થળેથી ત્રિશુલ પણ જપ્ત કર્યું છે. હાલ પોલીસે સુનીતાની પૂછપરછ કરી રહી છે. આ મામલાને લઈ એસપી ઈન્દ્રજીત મહથાનું કહેવું છે કે,'આ પ્રકારના અંધવિશ્વાસ અને તંત્ર મંત્રમાં હત્યા શરમજનક ઘટના છે. તેના માટે જાગૃક્તા ફેલાવવાની જરૂર છે.'

jharkhand Crime News national news