મિત્રએ ગળે મળવાની પાડી ના, તો મારી દીધું ચપ્પુ

બેંગ્લુરુ | Jul 03, 2019, 15:02 IST

વિવારે રાત્રે એક યુવાન પોતાના મિત્રને મળવા પહોંચ્યો હતો, ત્યારે તેના જ મિત્રએ ચપ્પુના ઘા મારીને તેને ગંભીર ઈજા પહોંચાડી.

મિત્રએ ગળે મળવાની પાડી ના, તો મારી દીધું ચપ્પુ

બેંગાલુરુમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવાને સાવ નજીવી બાબતમાં પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટના બેંગ્લોરના મવલ્લી વિસ્તારમાં બની. જ્યાં રવિવારે રાત્રે એક યુવાન પોતાના મિત્રને મળવા પહોંચ્યો હતો, ત્યારે તેના જ મિત્રએ ચપ્પુના ઘા મારીને તેને ગંભીર ઈજા પહોંચાડી. કારણ બસ એટલું હતું કે તેના શરીરમાંથી આવતી દુર્ગંધને કારણે તે પોતાના મિત્રને ગળે મળવા નહોતો ઈચ્છતો.

બંને યુવાનોી ઓળખ શોએબ પાશા અને નબી મવલ્લી રોડ વિસ્તારના LBF રોડ પર ભેગા થયા હતા. જ્યારે નબીએ શોએબને ગળે મળવાની કોશિશ કરી તો શોએબે નબીને ધક્કો મારી દીધો અને તેના શરીરમાંતી આવતી દુર્ગંધ પર ટિપ્પણી કરી. વાત એટલી વધી ગઈ કે નબી શોએબને ગાળો આપવા લાગ્યો. બાદમાં બંને વચ્ચે ઝઘડો થયો. આ જ દરમિયાન નબીએ ચપ્પુ કાઢ્યુ અને શોએબના પેટમાં ઘા કરી દીધા. મામલો આટલેથી ન અટક્યો. જ્યારે ઈજાગ્રસ્ત શોએબે પોતાના ભાઈ શાહિદને મદદ માટે બોલાવ્યો તો નબીએ ફરાર થતા પહેલા તેને પણ ચપ્પુ માર્યું.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે બેંગાલુરુ પોલીસે IPCની કલમ 307 પ્રમાણે નબી વિરુદ્ધ કેસ રજિસ્ટર કર્યો છે. નબી ઓટોમોબાઈલની દુકાન પર કામ કરતો હતો. પોલીસે મંગળવારે તેની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જ્યારે શોએબ અને તેના ભાઈ શાહિદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બંને ખતરાથી બહાર છે.

આ પણ વાંચોઃ મોટાભાઈએ કહ્યું PUBGના રમીશ, તો નાના ભાઈએ કરી દીધી હત્યા

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા દિલ્હીમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે બે સગીર યુવકોની મિત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. આ બંને આનંદ વિહારમાંથી ઝડપાયા હતા. બંને સગીરો પર પોતાના મિત્રની ગળુ દબાવીને હત્યા કરવાનો આરોપ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK