JNUમાં ફરી વિરોધ, અડધી રાત્રે લાગ્યા 370 વાપસ લાઓના નારા

06 August, 2019 12:34 PM IST  |  દિલ્હી

JNUમાં ફરી વિરોધ, અડધી રાત્રે લાગ્યા 370 વાપસ લાઓના નારા

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી

દિલ્હીની પ્રતિષ્ઠિતિ યુનિવર્સિટી JNU ફરી વિવાદોમાં સપડાઈ છે. JNUમાં ફરી અડધી રાત્રે નારા લાગવાની ઘટના સામે આવી છે. જમ્મુ કાશ્મીરનુ અલગ બંધારણ અને કલમ 370 હટાવવા મુદ્દે જવાહરલા નેહરુ વિશ્વવિદ્યાલયમાં ફરીવાર વિરોધ જોવા મળી રહ્યો છે. સોમવારે મોડી રાત્રે JNU કેમ્પસમાં ફરી એકવાર આઝાદી-આઝાદીના નારા લાગ્યા. કેટલાક લોકોએ અંધારામાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને કલમ 370 ફરી લાગુ કરવા માગ કરી.

મળતી માહિતી પ્રમાણે JNUમાં કથિત ક્રાંતિના નામે લાગેલા નારાની ભાષા પર લોકો આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે. સૂત્રોચ્ચાર કરનાર લોકોએ સૈન્યને લઈ અપશબ્દો વાપર્યા હોવાની પણ ચર્ચા છે. હદ તો એ વાતની છે કે JNUમાં કેટલાક લોકોએ પોતાને હિન્દુસ્તાની તરીકે ઓળખાવવાની પણ ના પાડી દીધી. જો કે મોડી રાત્રે અંધારામાં સૂત્રોચ્ચાર કરનાર આ વિદ્યાર્થીઓ કેમેરા સામે નહોતા આવી રહ્યા.

એક તરફ JNUમાં કલમ 370 પાછી લાવા નારા લાગ્યા, બીજી તરફ જમ્મુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સોમવારે ઉજવણી કરી. તો દેશના અન્ય રાજ્યોમાં પણ જશ્નનો માહોલ છે. તેલંગાણામાં લોકોએ ઘરની બહાર ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ જુઓઃ કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

ઉલ્લેખનીય છે કે JNUમાં 9 ફેબ્રુઆરી 2016ના રોજ કથિત રીતે દેશવિરોધી નારા પર વિવાદ સર્જાયો હતો. CPIના નેતા અને JNU વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયાકુમાર સહિતના વિદ્યાર્થી નેતાઓ પર JNU પરિસરમાં સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુની ફાંસીના વિરોધમાં કાર્યક્રમ કરવાનો આરોપ છે. સાથે જ આ કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ આપવાની કલમ અંતર્ગત પણ તેમના પર કેસ નોંધવામાં આવ્યો છે.

national news jawaharlal nehru university