પ્લાસ્ટિક & પ્રદુષણ મુદ્રે સંસદમાં જાવડેકરનું નિવેદન:લોકો 7 વૃક્ષો વાવે

22 November, 2019 05:47 PM IST  |  New Delhi

પ્લાસ્ટિક & પ્રદુષણ મુદ્રે સંસદમાં જાવડેકરનું નિવેદન:લોકો 7 વૃક્ષો વાવે

રાજ્યસભા (PC : Rajya Sabha)

ભારત સરકારે ઇ સિગારેટ પર પ્રતિબંધ લગાવવા માટે લોકસભામાં શુક્રવારે બિલ રજુ કર્યું છે. આ બિલને રજુ કરતી વખતે કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે ઈ-સિગરેટ વેચવા, રાખવા અને તેની જાહેરાત કરવા પર 3 વર્ષની સજાની સાથે 5 લાખ સુધીના દંડની જોગવાઈ કરી છે. તો બંને ગૃહોમાં પર્યાવરણ, પ્રદૂષણ અને પ્લાસ્ટિકના મુદ્દા પર ચર્ચા થઈ. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે તમામ લોકો ઓછામાં ઓછા 7 વૃક્ષો વાવે. તેના કારણે આપણી આસપાસ ઓક્સિજન બેન્ક બનશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે લોકસભામાં અગામી સપ્તાહે એસપીજી એક્ટમાં ફેરફારને લઈને ચર્ચા થશે.


ઇલેક્ટોરલ બોલ્ડ પર વિપક્ષે રાજ્યસભામાં કરી નારાબાજી
કોંગ્રેસ સહિત વિપક્ષે રાજ્યસભામાં ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે નારાબાજી કરી હતી.પણ સ્પીકર વેંકૈયા નાયડૂએ તેની પર ચર્ચા કરવાથી ઈન્કાર કર્યો. તેમણે કહ્યું કે મેં આ મુદ્દાને જોયો છે, પરંતુ તેના માટે સંસદની કાર્યવાહી રોકવાની જરૂરિયાત નથી. બીજી તરફ લોકસભામાં વિપક્ષે ઈલેક્ટોરલ બોન્ડ અને સરકારે કંપનીઓ(પીએસયુ)ના ખાનગીકરણનો મુદ્દો ઉઠાવ્યો. આ પહેલા કોંગ્રેસ સંસદોએ સંસદ પરિસરમાં બોન્ડ સ્કીમમાં પારદર્શકતાની માંગને લઈને દેખાવો કર્યા. કોંગ્રેસે તેને મોટું કૌભાંડ અને ભાજપ દ્વારા ભષ્ટ્રાચાર છુપાવવાની એક રીત ગણાવી હતી. શશિ થરૂરે કહ્યું હતું કે કોઈ પણ અમીર અને કારોબારી બોન્ડ દ્વારા સતાધારી પક્ષને ડોનેશન આપીને સરકારમાં દખલ કરી શકે છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

જાણો, સ્પીકરે સાંસદોને શું અપીલ કરી
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું- આ સંસદ 130 કરોડ દેશવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે. મને લાગે છે કે સમગ્ર સંસદ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા સહમત છે. જો સંસદ સભ્યો પોતે સંકલ્પ લેશે તો સમગ્ર દેશના લોકો તેનાથી પ્રભાવિત થશે. જ્યારે ભાજપના સંસદ સભ્ય કિરોડી લાલ મીણાએ રાજસ્થાનના સંભાર સરોવરની આસપાસ 17 હજાર પક્ષીઓના મોતનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આ બાબતની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી.

national news Rajya Sabha prakash javadekar air pollution