આસામમાં હિંસાને લીધે જપાનના પીએમે ભારતનો પ્રવાસ રદ કર્યો

14 December, 2019 12:11 PM IST  |  New Delhi

આસામમાં હિંસાને લીધે જપાનના પીએમે ભારતનો પ્રવાસ રદ કર્યો

જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે સાથે નરેન્દ્ર મોદી

નાગરિકતા સુધારણા બિલ (સીએબી-કૅબ) વિરુદ્ધ થઈ રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ તેમનો ભારતપ્રવાસ રદ કર્યો હોવાનું જણાયું છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ શિન્ઝો આબે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આસામના ગુવાહાટીમાં એક સમિટ યોજાવાની હતી, પણ કૅબના વિરોધમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને શિન્ઝો આબે તેમનો પ્રવાસ રદ કરી નાખ્યો છે.
નાગરિકતા સુધારણા બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત સમગ્ર આસામમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. બુધવારે આર્મીએ ફ્લૅગ માર્ચ કરીને રસ્તાઓ પર કરફ્યુ લાદી દીધો હતો. વિરોધમાં ઊતરેલા લોકો પર પોલીસે ગોળીબાર કરતાં બે જણનાં મોત થયાં હતાં. આસામમાં અનેક ટ્રેનોની સાથોસાથ અનેક ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે.

narendra modi shinzo abe national news new delhi