જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય, ઈન્ટરનેટ સેવા શરૂ, હટાવાયા પ્રતિબંધ

17 August, 2019 12:52 PM IST  | 

જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય, ઈન્ટરનેટ સેવા શરૂ, હટાવાયા પ્રતિબંધ

આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. સામાન્ય પરિસ્થિતિને જોતા જમ્મુ-કાશ્મીરમાં સ્કૂલ-કોલેજ આજથી શરૂ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં ટેલિફોન સેવા પણ શરૂ કરવામાં આવી છે. જમ્મુંમાં 2G ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે. 

પરિસ્થિતિને સામાન્ય જોતા અને સુરક્ષા વ્યવસ્થાને જોઈને પાબંધીમાં થોડી છૂટ આપવામાં આવી રહી છે. સોમવારથી શ્રીનગરમાં બધાં દફ્તરો ખૂલી જશે. આ સાથે જ સ્કૂલ પણ ખૂલી જશે. ટેલિફોન લાઈનો પણ ધીરે ધીરે ખોલવામાં આવી છે. જ્મમુના ઘણા વિસ્તારોમાં ટેલિફોન સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં ચારેય બાજુ વિકાસ કરવાનો જ સરકારનો મુખ્ય લક્ષ્યાંક છે.

આ પહેલા મુખ્ય સચિવે બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું હતું કે ટેલિકોમ સુવિધા જલદી જ ચાલુ કરવામાં આવશે. બધા રાજનીતિજ્ઞોની પાબંધી પણ હટાવવામાં આવશે. આ બધા નિર્ણયો કાશ્મીરની દિવસે અને દિવસે સુધરતી જતી પરિસ્થિતિના કારણે લેવાયા છે. તેમણે કહ્યું કે જમ્મુ- કાશ્મીરમાં લાગુ કરેલા પ્રતિબંધો દરમ્યાન એક પણ દુર્ઘટના સામે નથી આવી. જો કે હવે સ્થિતિ સામાન્ય બનતા તમામ પાબંદીઓ ધીમે ધીમે હટાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 70 દિવસમાં મોદી સરકારના ઐતિહાસિક કામ,370 વોટથી કલમ-370 હટાવી: અમિત શાહ

જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ એવું પણ કહ્યું કે પ્રદેશમાં કાનૂની વ્યવસ્થા સાથે-સાથે વીજળી, પાણી અને મેડિકલ સુવિધા સરસ છે. લોકોની સુરક્ષા માટે અમે કેટલાંય પગલાં ભર્યાં છે. આર્ટિકલ 370 હટાવ્યાના આટલા દિવસ સુધી અત્યાર સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી અને કોઈ પણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ નથી થઈ.

national news gujarati mid-day